હવે પાકિસ્તાનની ખેર નથી, ટી-20 વર્લ્ડકપના 9 દિવસ પહેલા આ ઘાતક ખેલાડી આવ્યા ફોર્મમાં…

ટી-20 વર્લ્ડકપ 17 ઓક્ટોબરથી શરૂ થવા જઇ રહ્યો છે. આ વર્ષે ટી-20 વર્લ્ડ કપનું આયોજન યુએઈ અને ઓમાન ખાતે કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે તેથી દર્શકોને આ બંને દેશો વચ્ચેની રોમાંચક મેચ જોવા મળશે.

24 ઓક્ટોબરે પાકિસ્તાન આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 માં ટીમ ઈન્ડિયા સામે તેની પ્રથમ મેચ રમશે. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આખી દુનિયાની નજર આ મેચ પર છે. ભારત અને પાકિસ્તાનની આ મેચ પહેલા ભારતીય ટીમના તમામ ખેલાડીઓ આઇપીએલમાં તબાહી મચાવી રહ્યા છે.

ટી-20 વર્લ્ડકપ માટે પસંદગી પામેલા અમુક ખેલાડીઓ એવા પણ છે જેણે આઈપીએલ 2021 માં ઘાતક સ્વરૂપ ધારણ કર્યું છે. તેને આ રીતે બેટિંગ કરતા જોઈને પાકિસ્તાનનું ટેન્શન વધી ગયું છે. ટી-20 વર્લ્ડકપ પહેલા ભારતીય ખેલાડીઓ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે.

ટી-20 વર્લ્ડકપને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આઈપીએલમાં રમનાર સુર્યકુમાર યાદવ અને ઈશાન કિશનને પોતાની લય મળી ગઈ છે. આ બંને ખેલાડીઓ આઈપીએલ 2021 ના બીજા તબક્કામાં કંઈ ખાસ કરી શક્યા ન હતા. પરંતુ લીગ સ્ટેજની છેલ્લી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આ બંનેએ શાનદાર બેટિંગ કરી હતી.

તમને જણાવી દઈએ કે, આઇપીએલ 2021 ના બીજા તબક્કામાં આ બંને ખેલાડીઓના ખરાબ પ્રદર્શનને કારણે તેની પસંદગી પર અનેક સવાલો ઉઠી રહ્યા હતા. પરંતુ સૂર્યકુમાર અને ઈશાનને લીગ સ્ટેજની છેલ્લી મેચમાં ઘાતક બેટિંગ કરીને આ તમામ પ્રશ્નો પર પણ પૂર્ણવિરામ મૂકી દીધું છે.

મુંબઈ ઈન્ડિયન્સ ભલે આઈપીએલ 2021 ના પ્લેઓફમાંથી બહાર થઈ ગયું હોય, પરંતુ વર્લ્ડકપ પહેલા તેના કેટલાક ખેલાડીઓનું ફોર્મ ભારતીય ટીમ માટે સારું છે. કારણ કે આઈપીએલની સમાપ્તિ બાદ તરત જ ટી-20 ક્રિકેટ વર્લ્ડકપ 2021 શરૂ થવા જઇ રહ્યો છે.

ગઈકાલે એટલે કે શુક્રવારના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છેલ્લી લીગ મેચમાં મુંબઇના સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશને અદભૂત બેટિંગ કરી હતી. ઇશાન કિશને 32 બોલમાં 11 ફોર અને 4 સિક્સની મદદથી 84 રન અને સૂર્યકુમાર યાદવે 40 બોલમાં 13 ફોર અને 3 સિક્સની મદદથી 82 રન બનાવ્યા હતા. આ બેના આધારે મુંબઈએ 20 ઓવરમાં 9 વિકેટે 235 રન બનાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *