હવે રોહિત પણ નહીં રાખે દયા, સતત ફ્લોપ સાબિત થઈ રહેલ આ ઘાતક ખેલાડીને જ કરશે ટીમમાંથી બહાર…

ભારતીય ટીમ હાલમાં પાંચ મેચોની ટેસ્ટ સિરીઝમાં ઘર આંગણે ઇંગ્લેન્ડનો સામનો કરી રહી છે. આ ટેસ્ટ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 28 રન કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સમગ્ર મેચની વાત કરીએ તો ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ પ્રથમ ઈનિંગ બાદ ભારત પાસે 190 રનની લીડ હતી.

પ્રથમ ઈનિંગ બાદ 190 રનની લીડ હોવા છતાં ભારતીય ટીમને આ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તમને જણાવી દઈએ કે બીજી ઇનિંગમા ઇંગ્લેન્ડના વાઇસ કેપ્ટન ઓલી પોપે 196 રનની જબરદસ્ત ઈનિંગ રમીને ઇંગ્લેન્ડની ટીમને એક મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી અને ભારતને જીત માટે ચોથી ઈનીંગમાં 231 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ટાર્ગેટનો પીછો કરતા સમયે ભારતીય ટીમ માત્ર 202 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. જેના કારણે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. તેમને જણાવી દઈએ કે આ મેચમાં ભારતીય ટીમના ઘણા બધા ખેલાડીઓનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. જેથી હવે રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ બીજી ટેસ્ટ મેચમાં મોટા બદલાવો સાથે જોવા મળી શકે છે કારણ કે છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમ ઘર આંગણે ટેસ્ટ મેચ હારી ન હતી પરંતુ આ હાર ભારતીય ટીમ માટે એક મોટી હાર ગણી શકાય છે.

તમને જણાવી દઈએ કે શુભમન ગિલ છેલ્લા ઘણા સમયથી ટેસ્ટ ક્રિકેટમાં રન બનાવી રહ્યો નથી અને તે સતત સાબિત થઈ રહ્યો છે. પ્રથમ ટેસ્ટ મેચમાં પણ તે કઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. પ્રથમ ઈનિંગમાં તે માત્ર 23 રનમાં આઉટ થયો હતો અને બીજી ઈનિંગમાં તો તે બીજા બોલ પર જ ઝીરો રન પર આઉટ થઈ ગયો હતો. જેથી હવે તેને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે અને તેના સ્થાને અન્ય કોઈ ખેલાડીને તક આપવામાં આવશે.

શુભમન ગિલની વાત કરીએ તો તેણે પોતાના કરિયરની શરૂઆત ઓપનિંગ બેટ્સમેન તરીકે કરી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી તેને ટેસ્ટ ક્રિકેટમાં નંબર ત્રણ પર બેટિંગ કરવા માટે ઉતારવામાં આવી રહ્યો છે પરંતુ તે અત્યાર સુધી સફળ થઈ શક્યો નથી આવી સ્થિતિમાં હવે રોહિત મોટો બદલાવ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *