વોર્નર કે રાહુલ નહીં પરંતુ ઉત્તર પ્રદેશનો આ ઘાતક ખેલાડી બનશે લખનઉની ટીમનો કેપ્ટન…

આ વર્ષે યોજાનારી આઇપીએલ 2022 માં અમદાવાદ અને લખનઉ આ બંને ટીમો ઉમેરાઇને ટોટલ 10 ટીમો રમાવાની છે. વર્તમાનમાં આઠ ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓકશનમાં થશે. અમદાવાદ અને લખનઉ આ બંને ટીમો કેપ્ટનની શોધમાં રહેશે. આ બંને ફ્રેન્ચાઇઝીઓ નવા ખેલાડીઓની શોધમાં છે.

આઇપીએલ પહેલા મેગા ઓકશન જાન્યુઆરી 2022માં યોજાશે. આ મેગા ઓકશન ઘણું રોમાંચક રહેશે કારણ કે તમામ ટીમો નવેસરથી ખેલાડીઓની પસંદગી કરશે. તાજેતરમાં ઘણી ટીમોએ પોતાના અગત્યના ખેલાડીઓને ટીમની બહાર કરી દીધા છે. હરાજી પૂલમાંથી સૌપ્રથમ બંને નવી ટીમો ત્રણ-ત્રણ ખેલાડીઓની પસંદગી કરશે. ત્યારબાદ બાકી રહેલા તમામ ખેલાડીઓની મેગા ઓકશનમાં હરાજી થશે.

પંજાબ કિંગ્સે રીટેન કરાયેલા ખેલાડીઓમાં કેએલ રાહુલનું નામ આવ્યું નથી. જ્યારે બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદે જાહેર કરેલા ખેલાડીઓના લિસ્ટમાં વોર્નરનું નામ આવ્યું નથી. આ બંને ખેલાડીઓ કોઇપણ ટીમના કેપ્ટન બનવા માટે ખૂબ જ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. પરંતુ લખનઉની ટીમના કેપ્ટન તરીકે આ બંને ખેલાડીઓના સ્થાન અન્ય ખેલાડી કેપ્ટન બની શકે છે. તો ચાલો જોઇએ કે કયો ખેલાડી લખનઉની ટીમનો કેપ્ટન બની શકે છે.

લખનઉ ટીમના કેપ્ટન તરીકે સુરેશ રૈનાની પસંદગી થઇ શકે છે. ચેન્નઇ સુપરકિંગ્સ દ્વારા રીટેન કરાયેલા ખેલાડીઓમાં સુરેશ રૈનાનું નામ આવ્યું નથી. સુરેશ રૈનાને મિસ્ટર આઇપીએલ તરીકે ઓળખાય છે. સુરેશ રૈના આ લીગમાં સૌથી વધારે રન બનાવનારો ચોથા નંબરનો બેટ્સમેન છે. કોઇ અન્ય કારણોસર આઇપીએલ 2020 માં તે બહાર થયો હતો. આઇપીએલ 2021 માં અપેક્ષાઓ મુજબ પ્રદર્શન ન કરતા ચેન્નઇ સુપરકિંગ્સે તેને જતો કર્યો છે.

સુરેશ રૈનાના અનુભવને જોતા લખનઉની ટીમ તેને કેપ્ટન બનાવવા ઇચ્છે છે. તેની રમતની શૈલી જોઇને મેગા ઓક્શનમાં તેના પર વધારે બોલી લાગી શકે છે. મહેન્દ્રસિંહ ધોનીનો ફેવરિટ લેફ્ટી ખેલાડી સુરેશ રૈના છે. ચેન્નઇ સુપરકિંગ્સમાં સુરેશ રૈના નંબર 3 પર બેટિંગ કરતો હતો. આ ખેલાડી પોતાના અનુભવના આધારે લખનઉની ટીમને પ્લેઓફ સુધી લઇ જઇ શકે છે.

સુરેશ રૈના મૂળ ઉત્તરપ્રદેશના હોવાથી લખનઉની ટીમમાં પસંદગી થઇ શકે છે. આ ઉપરાંત સુરેશ રૈના નવી આવેલી ગુજરાત લાયન્સ ટીમનો કેપ્ટન પણ રહી ચુક્યો છે. તેમાં કેપ્ટન તરીકેની જવાબદારી નિભાવવામાં સફળ રહ્યો હતો. સુરેશ રૈનાની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત લાયન્સ પ્લેઓફમાં પ્રવેશ્યું હતું. આ વિસ્ફોટક ખેલાડીને લખનઉ ટીમ કેપ્ટન બનાવવા પસંદ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *