વોર્નર કે ફિંચ નહીં પરંતુ આ ભારતીય ખેલાડી બનશે RCBનો કેપ્ટન…

આઇપીએલ 2022ની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. 11, 12 અને 13 ફેબ્રુઆરીના રોજ મેગા ઓક્શનનું આયોજન પણ થવાનું છે. અમદાવાદ અને લખનઉ જેવી નવી ટીમો આ વર્ષે આ સ્પર્ધામાં ભાગ લેશે. જૂની તમામ ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓકશનમાં થશે.

જેમ જેમ આઇપીએલ નજીક આવી રહી છે તેમ-તેમ અટકળો વધી રહી છે. આઈપીએલ 2022માં ટોટલ 10 ટીમો ભાગ લેશે અને દરેક ટીમની કમાન નવા ખેલાડીના હાથમાં સોંપવામાં આવી શકે છે. મોટા ભાગની ફ્રેન્ચાઇઝી પોતાના કેપ્ટનની પસંદગી કરી ચુક્યા છે. આ વર્ષે યોજાનારું મેગા ઓક્શન ઘણું રસપ્રદ રહેશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાત કરીએ તો આ ટીમે વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાજને રીટેન કર્યા છે. વિરાટ કોહલીએ આઈપીએલની ગત સિઝનમાં જણાવ્યું હતું કે તે આવનારી સિઝનમાં કેપ્ટનશીપ કરશે નહીં. આવી સ્થિતિમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ નવા કેપ્ટનની શોધમાં છે.

ઘણા લાંબા સમયથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન તરીકે વોર્નર અથવા ફિંચની પસંદગી થઇ શકે છે પરંતુ એક અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે આરસીબીની કેપ્ટનશીપ ભારતીય બેટ્સમેન ઇશાન કિશનને મળી શકે છે. આ ખેલાડી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કેપ્ટન પણ રહી ચૂક્યો છે અને અંડર-19 વર્લ્ડ કપમાં ભારતને ફાઇનલમાં પણ પહોંચાડ્યું હતું.

ઇશાન કિશન એક સફળ વિકેટકીપર બેટ્સમેન છે અને મોટા ભાગની ફ્રેન્ચાઇઝી વિકેટકીપરને કેપ્ટન બનાવવા ઇચ્છતી હોય છે. ઈશાન કિશન એક મજબૂત ઓપનિંગ ખેલાડી ઉપરાંત કેપ્ટનશીપ પણ સારી રીતે નિભાવી શકે છે. આ ઉપરાંત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને લાંબા સમય સુધી સારી રીતે કેપ્ટનશીપ નિભાવી શકે તેવો ખેલાડી મળી શકે છે.

આઇપીએલની વાત કરીએ તો એમએસ ધોની, કેએલ રાહુલ, સંજુ સેમસન અને રિષભ પંત પહેલેથી જ વિકેટકીપર ઉપરાંત કેપ્ટનશીપની ભૂમિકા ભજવી રહ્યા છે. આવી જ રીતે ઈશાન કિશન પણ વિકેટકીપર બેટ્સમેનના રૂપમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ નિભાવતો જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *