વોર્નર કે ડી કોક નહીં પરંતુ આ ભારતીય ખેલાડી રાહુલની સાથે લખનઉની ટીમ તરફથી કરી શકે છે ઓપનિંગ…

ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન માર્ચ-એપ્રિલ 2022માં યોજાવા જઇ રહી છે. અમદાવાદ અને લખનઉ બંને નવી ટીમો જોડાવાથી આ વર્ષે આઈપીએલમાં 74 જેટલી મેચો રમાશે. આઈપીએલની શરૂઆત થાય તે પહેલા 12 અને 13 ફેબ્રુઆરીએ ભવ્ય મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. બીસીસીઆઈએ આ તમામ બાબતો પર લીલી ઝંડી આપી છે.

લખનઉ ટીમની વાત કરીએ તો આ ફ્રેન્ચાઇઝીએ ત્રણ ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં કરવામાં આવશે. ભારતીય ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ, રવિ બિશ્નોઇ અને માર્કસ સ્ટોઇનીશ આ ત્રણ ખેલાડીઓને લખનઉ ટીમે પસંદ કર્યા છે. આઇપીએલમાં પ્રથમ વખત આ ફ્રેન્ચાઇઝી ભાગ લેવા જઈ રહી છે.

ભારતીય બેટ્સમેન કેએલ રાહુલને લખનઉ ટીમે 17 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ ઉપરાંત ટીમ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે કેએલ રાહુલને લખનઉ ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે. લખનઉની ટીમની ઓપનિંગની વાત કરીએ તો કેએલ રાહુલ ઓપનિંગ કરશે તે નિશ્ચિત છે, પરંતુ તેની સાથે આ ઘાતક ખેલાડી ઓપનિંગ કરી શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે લખનઉ ટીમમાં ઓપનિંગ ખેલાડી તરીકે કેએલ રાહુલની સાથે શિખર ધવનની પસંદગી થઇ શકે છે. શિખર ધવનને દિલ્હી કેપિટલ્સ ટીમ દ્વારા પણ જાળવી રાખવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં લખનઉની ટીમ મેગા ઓક્શનમાં શિખર ધવનને ખરીદી શકે છે. કેએલ રાહુલ અને શિખર ધવનની આ જોડી ટીમ માટે લાંબા સમય સુધી સફળ સાબિત થઈ શકે છે.

લખનઉ ટીમની વાત કરીએ તો ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ જમણા હાથનો બેટ્સમેન છે, તેની સાથે ડાબા હાથનો ખેલાડી શિખર ધવન ઓપનિંગ કરે તો આ બંનેની જોડી વિરોધી ટીમ પર ભારે પડી શકે છે. શિખર ધવન તેની આક્રમક બેટિંગ ઉપરાંત લાંબી ઇનિંગ્સ રમવા માટે વિશ્વભરમાં જાણીતો છે. તેણે પોતાની બેટિંગથી અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

લખનઉ ટીમ આ ઉપરાંત મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે ઇશાન કિશન અને સુરેશ રૈના જેવા મજબૂત ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. આ વર્ષે તમામ ટીમો ઓલરાઉન્ડર ખેલાડીઓને વધારે ખરીદવા માટે પ્રયત્ન કરશે. આ વર્ષે આઈપીએલની આ બંને નવી ફ્રેન્ચાઈઝીના પ્રદર્શન પર સૌની નજર રહેશે. એવું કહેવામાં આવશે કે રાજસ્થાન અને પંજાબની ટીમના ખરાબ પ્રદર્શન બાદ આગામી સિઝનમાંથી બહાર થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *