Vivo નહીં પરંતુ આ ભારતીય કંપની IPLના ટાઇટલને કરશે સ્પોન્સર…

આઇપીએલ 2022ની તૈયારીઓ અત્યારે ચાલુ થઈ ગઈ છે. આવતા મહિને 11, 12 અને 13 ફેબ્રુઆરીએ મેગા ઓક્શનનું આયોજન થવાનું છે. આ વર્ષે અમદાવાદ અને લખનઉ એમ બંને ટીમો જોડાઈને ટોટલ 10 ટીમો આ લીગમાં ભાગ લેશે. મેગા ઓક્શન પહેલા તમામ જૂની ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે.

આઇપીએલમાંથી બીસીસીઆઇને ઘણી કમાણી થતી હોય છે. આઇપીએલ 2022ની શરૂઆત પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. આઇપીએલના ટાઇટલ સ્પોન્સર હવે બદલાય ગયા છે. આઇપીએલના આયોજકોએ ચીની કંપનીઓ પાસેથી ટાઇટલ સ્પોન્સર છીનવી લીધું છે. આગામી આઇપીએલ માટે નવા સ્પોન્સરનું નામ સામે આવ્યું છે.

Vivoએ 2018 થી 2022 સુધીના આઇપીએલ સ્પોન્સરશિપ માટે 2200 કરોડ રૂપિયા આપ્યા હતા. પરંતુ 2020માં ગાલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચેના લશ્કરી મુકાબલો બાદ એક વર્ષનો બ્રેક લીધો હતો. તેમની જગ્યાએ ડ્રીમ 11 સ્પોન્સર રહ્યું હતું. પરંતુ 2021માં ફરીથી ડ્રીમ 11 સ્પોન્સર બન્યું હતું. હવે બીસીસીઆઇના અધિકારીઓ તેને ટ્રાન્સફર કરવા ઇચ્છે છે.

ભારતના સૌથી મોટા બિઝનેસ સમૂહમાંથી એક ટાટા ગ્રુપ આ વર્ષથી Vivoને બદલે આઇપીએલના ટાઇટલને સ્પોન્સર કરશે. આઇપીએલની કાઉન્સીલ બેઠક દરમિયાન મંગળવારના રોજ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આઇપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે કહ્યું કે TATA જૂથ હવે આઇપીએલને સ્પોન્સર કરશે.

આઇપીએલના નવા ટાઇટલ તરીકે ટાટા ગ્રુપે સ્પોન્સરશિપ આપી છે. આઇપીએલના દરેક ટાઇટલ સાથે હવે ટાટા ગ્રુપનું નામ જોવા મળશે. બીસીસીઆઇ દ્વારા ચીનની કંપની પાસેથી ટાઇટલની સ્પોન્સરશિપ છીનવીને ભારતીય કંપનીને સોંપવામાં આવી છે. આઇપીએલમાંથી બીસીસીઆઇને ઘણી કમાણી થતી હોય છે અને તેમાંથી અનેક કામો કરવામાં આવે છે.

આ વર્ષે આઇપીએલમાં દસ ટીમો મેદાન પર ધૂમ મચાવશે. દરેક ટીમમાં ખેલાડીઓની ફેર બદલી થશે. મેગા ઓક્શનમાં દરેક ફ્રેન્ચાઇઝીઓ પોતાના ખેલાડીઓની પસંદગી કરવા આક્રમક દેખાવ કરશે. ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાંથી ઘણા ખેલાડીઓને મેગા ઓક્શનમાં ખરીદવામાં આવશે. આઇપીએલ 2021 કોરોનાને કારણે બે તબક્કામાં યોજાઇ હતી. આ વર્ષે પણ કોરોનાનો ખતરો છે પરંતુ બીસીસીઆઇ પાસે પ્લાન બી તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *