વિરાટ કે રોહિત નહીં પરંતુ આ ઘાતક ખેલાડી વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ભારતીય ટીમને અપાવશે જીત…

સાઉથ આફ્રિકા પ્રવાસ પુર્ણ થયા બાદ ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આફ્રિકા સિરીઝમાં કારમી હાર મેળવ્યા બાદ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે શાનદાર જીત નોંધાવવા પ્રયત્ન કરશે. બીસીસીઆઇ દ્વારા વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

આફ્રિકા પ્રવાસ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થવાના કારણે સમગ્ર સિરીઝમાંથી બહાર થયો હતો. પરંતુ હાલમાં ફીટ હોવાને કારણે વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ફરીથી કેપ્ટનશીપ કરતો જોવા મળશે. ભારતીય બેટ્સમેન કેએલ રાહુલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં તક આપવામાં આવી છે.

વર્ષ 2020 દરમિયાન ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપ અને આવતા વર્ષે વન-ડે વર્લ્ડકપ યોજાવાનો છે. ટીમ ઇન્ડિયા સ્ટાર ખેલાડીઓથી ભરેલી છે, પરંતુ એક એવો બેટ્સમેન છે જે પોતાના દમ પર મેચનો નકશો બદલી શકે છે. આ ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલી કરતાં પણ ખતરનાક છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે તે ખેલાડી સુર્યકુમાર યાદવ છે. આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમી રહેલ સુર્યકુમાર યાદવ મોટી ઇનિંગ રમી શકે છે. જ્યારે સુર્યકુમાર યાદવ તેના ફોર્મમાં હોય છે ત્યારે કોઇ પણ બોલિંગ ઓર્ડરને તોડી શકે છે. આ ખેલાડી વિરોધી બોલર પર હુમલો કરવા માટે તૈયાર હોય છે. સૂર્યકુમાર યાદવ ટીમ ઇન્ડિયા માટે ઘણી બધી મેચો પોતાના દમ પર જીતી શકે છે.

આફ્રિકા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ મિડલ ઓર્ડરમાં નિષ્ફળ સાબિત થઇ હતી. ભારતીય ખેલાડી શ્રેયસ ઐયર કોઇ ચમત્કાર બતાવી શક્યો નહોતો. આવી સ્થિતિમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા શ્રેયસ ઐયરના સ્થાને સુર્યકુમાર યાદવને ટીમમાં સામેલ કરી શકે છે. જેનાથી મિડલ ઓર્ડરની સમસ્યા પણ દૂર થઇ જશે.

સૂર્યકુમાર યાદવે ભારત માટે ત્રણ વન-ડે મેચમાં 124 રન અને 11 ટી-20 મેચમાં 244 રન બનાવ્યા છે. આ ખેલાડી જ્યારે પોતાની લયમાં હોય છે ત્યારે ખૂબ સારું પ્રદર્શન કરે છે. સૂર્યકુમાર યાદવની ગણતરી રોહિત શર્માના ફેવરિટ ખેલાડીઓમાં થાય છે. આ ખેલાડીએ ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં પણ ઘણા રન બનાવ્યા છે. લાંબા સમય માટે આ ખેલાડી ભારતીય ટીમમાં કાયમી સ્થાન બનાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *