ટીમ ઇન્ડિયાના RRR નહીં પરંતુ ગુજરાતનો આ ઘાતક ખેલાડી બનશે ટેસ્ટ ટીમનો કેપ્ટન…
તાજેતરમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાઇ રહી હતી. જેમાં ભારતીય ટીમનો પ્રથમ ટેસ્ટ મેચમાં વિજય થયો હતો. પરંતુ બાકીની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ આ ટેસ્ટ સિરીઝ 1-2થી હારી ગઈ છે. ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ આ હાર માટે જવાબદાર છે.
આફ્રિકા સામે કારમી હાર મેળવ્યા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું છે. શનિવારે વિરાટ કોહલીએ ટ્વિટ પર પોસ્ટ મૂકી ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટન છોડવાની જાહેરાત કરી હતી. હવે ભારતીય મેનેજમેન્ટ ટીમ નવા કેપ્ટનની શોધમાં મનોમંથન કરી રહી છે.
ભારતના સ્ટાર RRR ખેલાડીઓ રોહિત શર્મા, રવિચંદ્રન અશ્વિન અને કેએલ રાહુલ કેપ્ટન પદ માટે સૌથી મોટા દાવેદાર માનવામાં આવે છે. જો કે સૂત્રો અનુસાર પસંદગીકારો એક નવું નામ આગળ કરીને તેને કેપ્ટનની જવાબદારી સોંપી શકે છે. ભારતીય ટીમના ટેસ્ટ ફોર્મેટના નવા કેપ્ટન તરીકે આ ગુજરાતી ખેલાડીનું નામ આગળ ચાલી રહ્યું છે. તો ચાલો જાણીએ તે કોણ છે.
સૂત્રોના મતે જસપ્રીત બુમરાહ ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન બની શકે છે. હાલમાં બોર્ડના સેક્રેટરી તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ જવાબદારી સંભાળી રહ્યા છે. જય શાહ ગુજરાતી ખેલાડી બુમરાહને કેપ્ટન બનાવવા માંગે છે એવો સૂત્રોનો દાવો છે. આ સંજોગોમાં ટીમ ઇન્ડિયાના RRR (રોહિત, રાહુલ કે રવિચંદ્રન અશ્વિન) નહીં પરંતુ બુમરાહ કેપ્ટન બનવા માટે પ્રબળ દાવેદાર છે.
બુમરાહ ભારતીય ટીમમાં ત્રણેય ફોર્મેટમાં રમનાર ખેલાડી છે. તે હાલમાં વિશ્વનો સૌથી ઘાતક બોલર ગણાય છે. યોર્કર કિંગ તરીકે જાણીતો આ ખેલાડી સાતત્યપૂર્ણ દેખાવના કારણે ભારતીય હેડ કોચ રાહુલ દ્રવિડ અને બોર્ડ પ્રમુખ સૌરવ ગાંગુલી પણ આ ખેલાડીની તરફેણમાં છે. આવી સ્થિતિમાં એક નવા કેપ્ટનના રૂપમાં બુમરાહને કમાન સોંપી શકે છે.
સાઉથ આફ્રિકા પ્રવાસ પૂર્ણ થયા બાદ ભારતને આગામી ટેસ્ટ સીરીઝ શ્રીલંકા વિરુદ્ધ ફેબ્રુઆરીમાં ઘરઆંગણે રમવાની છે. આ સીઝન માટે ભારતીય ટીમ એક નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે અને સૂત્રોનું માનીએ તો કેપ્ટન તરીકે બુમરાહને આ જવાબદારી સોંપાઇ શકે તેમ છે. નાની ઉંમરનો આ ગુજરાતી ખેલાડી ભારતીય ટીમમાં લાંબા સમય સુધી ભારતીય ટીમની કમાન સંભાળી શકે છે.