સૂર્યકુમાર યાદવને નહીં પરંતુ આ યુવા ખેલાડીને રોહિત શર્માએ આપ્યો જીતનો શ્રેય…
ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં વિજય મેળવ્યો છે અને હવે કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે ત્રણ મેચોની ટી-20 સિરીઝની પ્રથમ મેચ રમાઇ હતી. આ મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝને છ વિકેટે હરાવીને 1-0થી લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમ ત્રણેય મેચ જીતીને વાઇટવોશ કરવા ઇચ્છે છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઇન્ડીઝની ટીમે પ્રથમ બેટિંગ કરીને 157 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે ચાર વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. આ સાથે જ ભારતીય ટીમે મોટી જીત હાંસલ કરી છે.
ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં જીત મેળવ્યા બાદ રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઘણી વાતો કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે અમે થોડી વધુ ઝડપથી મેચ જીતી શક્યા હોત. પરંતુ અમે તે કરી શક્યા નહીં. ભારતીય મિડલ ઓર્ડરનું પ્રદર્શન ખૂબ જ ખરાબ છે. આ ઉપરાંત તેણે જીતનો શ્રેય સૂર્યકુમાર યાદવને નહીં પરંતુ આ યુવા ખેલાડીને આપ્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20 મેચ દરમિયાન ભારતીય ખેલાડી રવિ બિશ્નોઇને ડેબ્યૂ કરવાની તક મળી હતી. આ ઉપરાંત તેણે આ મેચમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. રવિએ 4 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ પોતાના નામે કરી હતી. આવું ઘાતક પ્રદર્શન કરીને તેણે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
રોહિત શર્માએ આ ખેલાડીની પ્રશંસા કરતા કહ્યું કે આ ખેલાડી ખૂબ જ પ્રતિભાશાળી વ્યક્તિ છે. તેથી અમે તેને સીધો જ ટીમમાં સામેલ કર્યો છે. મને તેનામાં કંઇક અલગ દેખાયું છે. આ ખેલાડી વિવિધ કુશળતા ધરાવતો ખેલાડી છે. આ ખેલાડી કોઇપણ સ્તરે બોલિંગ કરી શકે છે. આ ઉપરાંત તેનું ભવિષ્ય પણ ઘણું ઉજ્જવળ દેખાઇ રહ્યું છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20 મેચ દરમિયાન ભારતીય બેટિંગની વાત કરીએ તો રોહિત શર્મા અને ઇશાન કિશને જબરદસ્ત પાર્ટનરશિપ કરી હતી. આ ઉપરાંત સૂર્ય કુમાર યાદવે પણ છેલ્લી ઘડીએ જબરદસ્ત બેટિંગ કરીને ભારતીય ટીમને જીત અપાવી હતી. પરંતુ રોહિત શર્માએ આ જીતનો શ્રેય રવિ બિશ્નોઇને આપ્યો છે.