શિખર ધવન નહીં પરંતુ રાહુલનો આ જુનો પાર્ટનર બનશે પંજાબ કિંગ્સનો કેપ્ટન…

મેગા ઓક્શન 2022ની ભવ્ય સફળતા બાદ તમામ ક્રિકેટ ચાહકોની નજર આઇપીએલ શરૂઆત થાય તે તરફ છે. આ વર્ષે ટોટલ 10 ટીમો વચ્ચે 70 જેટલી મેચો રમાશે. આ ઉપરાંત દરેક ટીમો દ્વારા મોટી બોલી લગાવીને પસંદગી અનુસાર ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. હાલમાં તમામ ટીમો મજબુત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાને ઉતરવા તૈયારીઓ કરી રહી છે.

પંજાબ કિંગ્સની વાત કરીએ તો ગત સિઝનમાં કેએલ રાહુલે આ ટીમની કમાન સંભાળી હતી. પરંતુ મેગા ઓક્શન પહેલા તેને ટીમ દ્વારા જાળવી રાખવામાં આવ્યો નહોતો. આવી સ્થિતિમાં હરાજી પહેલા તે લખનઉની ટીમ સાથે જોડાયો હતો. પંજાબ કિંગ્સ દ્વારા મેગા ઓક્શનમાં ઘણા ખેલાડીઓ પર મોટી બોલી લગાવીને એક મજબૂત ટીમ તૈયાર કરવામાં આવી છે.

પંજાબ કિંગ્સ દ્વારા ભારતીય બેટ્સમેન શિખર ધવનને પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અગાઉ એવી અટકળો લગાવવામાં આવતી હતી શિખર ધવનને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે પરંતુ હાલમાં મળેલા અહેવાલો અનુસાર શિખર ધવન નહીં પરંતુ પંજાબ કિંગ્સના આ જુના ખેલાડીને કેપ્ટન બનાવવામાં આવશે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

ઇનસાઇડ સ્પોર્ટ્સના રિપોર્ટ અનુસાર પંજાબ કિંગ્સ ટૂંક સમયમાં મયંક અગ્રવાલને કેપ્ટન બનાવવા જઇ રહી છે. આ ખેલાડીને પંજાબ કિંગ્સ દ્વારા મેગા ઓક્શન પહેલા જાળવી રાખ્યો હતો. છેલ્લી ઘણી સિઝનમાં તેણે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. આ ઉપરાંત તે 2018થી પંજાબ સાથે જોડાયેલો છે. કેએલ રાહુલની ગેરહાજરીમાં પંજાબની કેપ્ટનશીપ મયંક અગ્રવાલ સંભાળી ચૂક્યો છે.

મયંક અગ્રવાલ એક ઓપનિંગ બેટ્સમેન તરીકે પોતાની કારકિર્દીમાં સફળ સાબિત થયો છે. આ ખેલાડી એક વાર લયમાં આવ્યા બાદ કોઇપણ વિરોધી ટીમને ખતમ કરી શકે છે. આ ઉપરાંત તેણે પંજાબ કિંગ્સ માટે ઘણા રન બનાવ્યા છે. પંજાબ કિંગ્સ આ પહેલા એક પણ ટાઇટલ જીતી શકી નથી. આવી સ્થિતિમાં મયંક અગ્રવાલની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ વખત ટ્રોફી પર કબજો મેળવી શકે છે.

ટૂંક સમયમાં બીસીસીઆઇની બેઠક યોજાવાની છે, જેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે. આઇપીએલ 2022ની શરૂઆત 26 માર્ચથી રમાશે એવા અહેવાલો સામે આવ્યા છે. આ ઉપરાંત મોટાભાગની મેચો મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં યોજાય તેવી શક્યતા છે. આ લીગમાં ટોટલ 10 ટીમો હોવાને કારણે કુલ 70 મેચો રમાવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *