શાર્દુલ ઠાકુર નહીં પરંતુ આ ઘાતક ખેલાડી કાપશે હાર્દિક પંડ્યાનું પત્તું…
ટી 20 વર્લ્ડ કપ 2021 માં 24 ઓકટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં પાકિસ્તાને ભારતને દસ વિકેટે હરાવી આઇસીસી ટી 20 વર્લ્ડ કપમાં પહેલી વખત ભારત સામે જીત મેળવી હતી. આજે જીત પણ કંઇ નાની ન હતી. પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. જે બાદ ભારતીય ટીમનો ટેન્શન વધી ગયું છે.
પાકિસ્તાન સામે હાર્યા બાદ ભારત માટે સેમિફાઇનલનો રસ્તો મુશ્કેલ બની ગયો છે કારણકે હવે ભારતને સેમિફાઇનલની રેસમાં બની રહેવા માટે તમામ મેચો જીતવી પડશે. જો ભારત એક પણ મેચ હારી જશે તો સેમિફાઇનલ રેસમાંથી બહાર થઇ શકે છે.
ભારત એક ખૂબ જ મજબૂત ટીમ છે. તે વાપસી કઇ રીતે કરવી તે જાણે છે. ભારત પોતાની આગામી મેચ 31 ઓક્ટોબરના રોજ ન્યૂઝીલેન્ડ સામે રમશે. જેમાં ભારતને જીતવું જરૂરી છે કારણ કે જો ન્યૂઝીલેન્ડ સામેની મેચ ભારત આવી જશે તો ભારત લગભગ સેમિફાઇનલની રેસમાંથી બહાર થઇ જશે.
ગ્રુપ બીની વાત કરીએ તો ભારત સિવાય પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ મજબૂત ટીમો દેખાઇ રહી છે. જો ભારત ન્યૂઝીલેન્ડ સામે હારી જશે તો પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સેમીફાઇનલ માટે ક્વોલિફાય કરશે તે નક્કી છે. તેથી ભારતને ન્યૂઝીલેન્ડ સામેની મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. આ મેચમાં ભારત કોઇ પણ પ્રકારનો ચાન્સ લેશે નહીં. તેથી ખરાબ ફોર્મમાં ચાલી રહેલા દરેક ખેલાડીઓ ટીમ ઇન્ડિયામાંથી બહાર થઇ શકે છે.
પાકિસ્તાન સામે મેચ હાર્યા બાદ ટીમ ઇન્ડિયામાં ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટીમમાંથી બહાર થઇ શકે છે કારણ કે હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન વિરુદ્ધ કંઇ ખાસ પ્રદર્શન કર્યું ન હતું અને તે હાલ ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેના સ્થાને અન્ય કોઇ ખેલાડીને સ્થાન આપવામાં આવી શકે છે.
હાર્દિક પંડ્યાને ટી 20 વર્લ્ડ કપમાં બેટિંગ ઓલરાઉન્ડર તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તે હાલ બોલિંગ કરી શકે તેવી સ્થિતિમાં નથી. તેથી તેને ફિનિશરનો રોલ આપી ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો કારણકે હાર્દિક પંડ્યા એક એવો ખેલાડી છે જે માત્ર એક ઓવરમાં મેચ પલટી શકે છે. પરંતુ હાર્દિક પંડ્યા હાલ ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેથી તેના સ્થાને ટીમમાં ઇશાન કિશનને સામેલ કરવામાં આવી શકે છે કારણ કે ઇશાન કિશન પણ હાર્દિક પંડ્યાની જેમ તાબડતોડ બેટિંગ કરવા માટે જાણીતો છે.