શમી કે બુમરાહ નહીં પરંતુ આ બે ભારતીય બોલરોથી થર થર કાપશે પાકિસ્તાન…

ટી 20 વર્લ્ડકપ 2021 શરૂ થઈ ચુક્યો છે. પ્રથમ દિવસે બે ધમાકેદાર મેચો જોવા મળી હતી. આ વર્ષે ભારતને ટ્રોફી જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. કારણ કે, યુએઈ અને ઓમાનની પીચ સ્પિનરોને વધારે મદદગાર સાબિત થાય છે.

તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમમાં 4 સ્પિનરોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર અને વરુણ ચક્રવર્તીનો સમાવેશ થાય છે. તેમાંના બે સ્પીનર એવા છે જે પાકિસ્તાની ટીમને ધોઈ નાખશે. આ બંને બોલરો યુએઈની પિચ પર ભારે કહેર મચાવી રહ્યા છે.

આઈપીએલ 2021 ના બીજા તબક્કાનું આયોજન યુએઈ ખાતે કરવામાં આવ્યું હતું. જ્યાં આ બંને સ્પિનરોએ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. ફાઇનલ મેચમાં રવિન્દ્ર જાડેજાએ એક જ ઓવરમાં બે વિકેટ લઈને મેચ પલટી નાખી હતી તો વરુણ ચક્રવર્તીએ સમગ્ર સિઝન દરમિયાન ઘાતક બોલિંગ કરી હતી.

વરુણ ચક્રવર્તીને મિસ્ટ્રી સ્પિનર તરીકે ઓળખવામાં આવે છે. તેણે પોતાની તાકાતનો પરચો આઈપીએલમાં બતાવી દીધો છે અને હવે તે ટી 20 વર્લ્ડકપમાં પણ ધૂમ મચાવશે. યુએઈ લેગમાં વરુણ ચક્રવર્તીના બોલનો તોડ કોઈ બેટ્સમેનની પાસ નહોતો. આ લેગ સ્પિનરે 17 મેચોમાં 18 વિકેટ પોતાના નામે કરી હતી.

24 ઓકટોબરના રોજ પાકિસ્તાન સામે દુબઈના મેદાન પર મેચ રમાશે. જેમાં વરુણ ચક્રવર્તી ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. વિરાટ કોહલી ઈચ્છે છે કે, વરુણ પોતાનું ફોર્મ ટી 20 વર્લ્ડકપમાં પણ જાળવી રાખે.

રવિન્દ્ર જાડેજાએ પણ છેલ્લા થોડાક સમયથી ઓલરાઉન્ડ પ્રદર્શન કરી બતાવ્યું છે. રવિન્દ્ર જાડેજાએ ઘાતક બેટિંગ તો કરી જ છે પરંતુ તેની સાથે પ્રભાવશાળી બોલિંગ પણ કરી બતાવી છે. તેણે આઈપીએલ 2021માં 16 મેચોમાં 13 વિકેટ પોતાના નામે કરી હતી. આઉપરાંત તેણે ઉપયોગી 227 રન બનાવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, સ્પિન પિચો પર જાડેજા ખૂબ જ શાનદાર બોલિંગ કરી શકે છે. તેની લેગ સ્પિનનો જાદૂ જ્યારે ચાલે છે ત્યારે તેની સામે કોઈ પણ બેટ્સમેન મોટા શોર્ટ ફટકારવાની હિંમત કરતા નથી. તે પાકિસ્તાન સામે જીતમાં મહત્વની કડી સાબિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *