સરફરાજ ખાન નહીં પરંતુ RCBનો જ આ ઘાતક ખેલાડી બીજી ટેસ્ટ મેચમાં લેશે વિરાટ કોહલીનું સ્થાન…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાંથી વિરાટ કોહલી અંગત કારણોસર પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ચૂક્યો છે. આવી સ્થિતિમાં પ્રથમ ટેસ્ટ મેચમાં કેએલ રાહુલે નંબર ચાર પર બેટિંગ કરી હતી. પરંતુ પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન તે ઇજાગ્રસ્ત થતા બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ચૂક્યો છે.

કેએલ રાહુલના બહાર થયા બાદ ભારતીય ટીમમાં સરફરાઝ ખાનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ બીજી ટેસ્ટ મેચમાં તેને સ્થાન મળશે નહીં કારણકે ભારતીય ટીમમાં એક ખેલાડી છે જે વિરાટ કોહલીની જેવી જ બેટિંગ કરે છે અને તે પણ આઇપીએલમાં આરસીબી તરફથી રમે છે. તો ચાલો જોઈએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે રજત પાટીદારને ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં સરફરાઝ ખાન પહેલા રજત પાટીદારને ટીમમાં સ્થાન મળશે તે નિશ્ચિત છે. હાલમાં રજત પાટીદારે એક મહત્વનું નિવેદન આપ્યું છે. જેમાં તેણે કહ્યું કે તે કોહલીની બેટિંગ જોયા કરે છે અને તેની જેવી બેટિંગ કરવાની કોશિશ કરે છે.

રજત પાટીદારે આઈપીએલ 2022માં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. તેણે લખનઉ સામેની એલિમિનેટર મેચમાં સદી ફટકારી હતી. જે બાદ વિશ્વ જગતમાં તેનું નામ પ્રખ્યાત થઈ ગયું છે. આઈપીએલ 2023માં ઈજાના કારણે તે રમી શક્યો ન હતો. પરંતુ આઈપીએલ 2024માં તે ફરી એક વખત આરસીબી તરફથી રમતો જોવા મળશે આ પહેલા હાલમાં જ તેને બીજી ટેસ્ટ મેચમાં પણ તક મળી શકે છે.

રજત પાટીદારની વાત કરીએ તો તે ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. જેથી તેને હાલમાં ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રજત પાટીદાર ડોમેસ્ટિક ક્રિકેટમાં સારો રેકોર્ડ ધરાવે છે. તેણે ફર્સ્ટ ક્લાસ મેચોમાં 45.97 ની એવરેજ થી 4,000 રન બનાવ્યા છે. જેમાં 12 સદી સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *