રોહિત શર્મા નહીં પરંતુ વન-ડે ફોર્મેટમાં આ ઘાતક ખેલાડી બનશે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન…

ટી 20 વર્લ્ડ કપ 2021 માં ભારતીય ટીમનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. જેના કારણે ટીમ સેમિફાઇનલમાં જગ્યા બનાવવામાં પણ અસફળ રહી હતી. ભારતના ખેલાડીઓ વિરોધી ટીમ સામે ટકી શકયા નહીં. ટી 20 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલીએ ભારતીય ટીમની ટી 20 ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી દીધી છે.

ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝ માટે કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. રોહિત શર્માની પસંદગી થતાની સાથે ટીમ ઇન્ડિયામાં પણ ઘણા ફેરફારો થયા છે. આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી 20 વર્લ્ડકપ યોજાવાનો છે અને ત્યારબાદ વર્ષ 2023માં વન-ડે વર્લ્ડકપ યોજાવાનો છે. જેને લઇને BCCI એ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. બીસીસીઆઇ એવું ઇચ્છે છે કે ભારતને વનડે ફોર્મેટ માટે નવો કેપ્ટન મળે.

બીસીસીઆઇ આગામી વર્લ્ડકપને ધ્યાનમાં લઇને નવા કેપ્ટનની નિમણૂક કરી શકે છે. રોહિત શર્માને વનડે ફોર્મેટ માટે કેપ્ટન તરીકે દાવેદાર માનવામાં આવે છે. બીસીસીઆઇ એવું ઇચ્છે છે કે ટી 20 અને વન-ડે બંને ફોર્મેટમાં એક જ કેપ્ટન હોય પરંતુ ઘણા બધા યુવા ખેલાડીઓ વન-ડે ફોર્મેટમાં કેપ્ટન બનવા માટે પ્રબળ દાવેદાર છે.

હાલમાં વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં વન-ડે ફોર્મેટમાં ભારતીય ટીમ રમી રહી છે. પરંતુ 2023 ના વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને કેપ્ટન તરીકે યુવા ખેલાડી ઋષભ પંતની પસંદગી થઇ શકે છે. છેલ્લા ઘણા સમયથી રિષભ પંત ભારતીય ટીમ સાથે જોડાયેલો છે અને સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેને ભારતીય ટીમમાં ત્રણેય ફોર્મેટમાં સ્થાન મળ્યું છે.

આઇપીએલમાં પણ રિષભ પંતે શાનદાર પ્રદર્શન કરીને કેપ્ટનશીપની જવાબદારી નિભાવી હતી. રિષભ પંતમાં કેપ્ટન બનવાના તમામ ગુણો છે. હાલ બધા ફોર્મેટમાં તેનું પ્રદર્શન જબરદસ્ત જોવા મળી રહ્યું છે. વિકેટકીપર તરીકે પણ તે મહેન્દ્રસિંહ ધોનીની જેમ જવાબદારી નિભાવી રહ્યો છે. જો ભારતીય ટીમ લાંબા સમય માટે વિચારી રહી હોય તો રિષભ પંતને કેપ્ટન બનાવી શકાય છે.

વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ ભારતીય ટીમમાં ઘણા ફેરફારો થયા છે. ઘણા નવા ખેલાડીઓને સ્થાન મળ્યું છે અને ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયાના નવા હેડ કોચ રાહુલ દ્રવિડ અને નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. રોહિતની આગેવાની હેઠળ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝ રમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *