રોહિત શર્મા નહીં પરંતુ 27 વર્ષનો આ યુવા ખેલાડી બનશે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન…

ટી 20 વર્લ્ડકપમાં ભારતનું પ્રદર્શન ખૂબ ખરાબ જોવા મળ્યું હતું. ભારતે પ્રથમ બે મેચમાં હારનો સામનો કર્યો હતો. પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ સામેની મેચ હાર્યા બાદ ભારત માટે સેમિફાઇનલમાં પ્રવેશ કરવો ખૂબ આકરું બની ગયું હતું. ત્યાર પછીની બંને મેચોમાં ભારતે અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડ સામે વિજય મેળવ્યો હતો.

ટી 20 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલી પોતાની કેપ્ટનશીપ છોડી દેશે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ શરૂ થતા પહેલા જ વિરાટ કોહલીએ આ વાત જણાવી હતી. ટી 20 ફોર્મેટમાં વિરાટ કોહલી પોતાની કેપ્ટનશિપમાં નિષ્ફળ સાબિત થયા છે. ટી 20 વર્લ્ડ કપ બાદ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં ભારતીય ટીમને એક નવા કેપ્ટન મળશે.

ભારતના પૂર્વ ખેલાડી આશિષ નેહરાએ ટીમની પસંદગી બાબતે પોતાનું નિવેદન આપ્યું છે. આશિષ નેહરાએ ભારતના નવા કેપ્ટન તરીકે ખતરનાક બોલરનું નામ આપ્યું છે. તેણે જણાવ્યું કે ભારતીય ટીમના કેપ્ટન તરીકે કોઇ યુવા ખેલાડીઓને તક મળવી જોઇએ. ખેલાડીઓને મેચ પહેલાં પ્રેક્ટિસ કરાવવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં નવા કોચ તરીકે રાહુલ દ્રવિડ મળશે.

આશિષ નેહરાએ ભારતના કેપ્ટન તરીકે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું નામ આપ્યું છે. તેણે કહ્યું કે બુમરાહ ત્રણેય ફોર્મેટમાં રમે છે અને તે એક મજબૂત ખેલાડી છે. એક પણ પુસ્તકમાં એવું નથી લખ્યું કે ફાસ્ટ બોલર કેપ્ટન ન બની શકે. મારા મત અનુસાર ભારતના કેપ્ટન તરીકે જસપ્રીત બુમરાહને સ્થાન મળવું જોઇએ.

જસપ્રીત બુમરાહ ક્રિકેટ જગતમાં યોર્કર કિંગના નામે ઓળખાય છે. છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય ટીમમાં તેણે કાયમી સ્થાન બનાવ્યું છે. તેની જબરદસ્ત બોલીંગની સામે દુનિયાના મોટામાં મોટા બેટ્સમેનો ભાન ભૂલી જાય છે. બુમરાહ રન આપવામાં પણ કંજૂસ છે. છેલ્લી ઓવરમાં બોલિંગ કરવા માટે ખૂબ પ્રખ્યાત માનવામાં આવે છે.

આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાંથી પસંદ કરેલો આ ખેલાડી ત્રણેય ફોર્મેટમાં ધમાલ મચાવે છે. તેણે આઇપીએલમાં 106 મેચ રમી છે અને 130 વિકેટ હાંસલ કરી છે. આ ખતરનાક બોલર ભારતનો કેપ્ટન બને તો ટીમ ઇન્ડિયાને જીત અપાવી શકે છે. બુમરાહ ડેથ ઓવરમાં ખૂબ ઘાતક સાબિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *