રોહિત કે રાહુલ નહીં પરંતુ આ યુવા ખેલાડી બનશે આયર્લેન્ડ સામેની સિરીઝમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન…

હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની નિર્ણાયક મેચો ચાલી રહી છે. આ સિઝનની છેલ્લી મેચ 29 મેના રોજ રમાશે. આઇપીએલ 2022 પૂર્ણ થયા બાદ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ મેચોની ટી-20 સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ બંને એકસાથે યોજવામાં આવ્યો છે.

સાઉથ આફ્રિકા સામેની સિરીઝ પછી ભારતની સિનિયર ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે જશે પરંતુ તે જ દરમિયાન બીજી ભારતીય ટીમ આયર્લેન્ડના મુલાકાતે જશે. આયર્લેન્ડના પ્રવાસે ભારતીય ટીમ 26 અને 28 જૂને બે ટી-20 મેચો રમવાની છે. આ સિરીઝમાં રોહિત શર્મા અને કેએલ રાહુલ બંને ઉપલબ્ધ રહેશે નહીં કારણ કે તેઓ ઇંગ્લેન્ડના પ્રવાસ પર હશે.

આ ઉપરાંત મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પણ ઇંગ્લેન્ડ પ્રવાસ પર જવાના છે. આવા કારણોસર તેઓ પણ આયર્લેન્ડ પ્રવાસ પર જોવા મળશે નહીં. બીસીસીઆઇના સૂત્રો અનુસાર આયર્લેન્ડ પ્રવાસ પર વીવીએસ લક્ષ્મણને કોચ બનાવવામાં આવશે. આ ઉપરાંત રોહિત અને રાહુલની ગેરહાજરીમાં આ યુવા ખેલાડીને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવશે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે આઇપીએલ 2022માં ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા સારું પ્રદર્શન કરી રહ્યો છે અને તેણે કેપ્ટનશીપ કરીને પોતાની ટીમને ફાઇનલ સુધી પહોંચાડી છે. આઇપીએલ 2022 પહેલા તેના વિશે નકારાત્મક સમાચારો આવતા હતા પરંતુ તેણે ટીકાઓને દૂર કરીને હાલમાં સર્વશ્રેષ્ઠ સાબીત થયો છે. આ ઉપરાંત સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં પણ તેને સામેલ કરવામાં આવ્યો છે.

હાર્દિકને પ્રથમ વખત કેપ્ટનશીપ કરવાની તક મળી હતી અને તેણે ગુજરાત ટાઇટન્સનું નેતૃત્વ ખૂબ જ સારી રીતે કરી બતાવ્યું છે. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતે આ સિઝનમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત હાલમાં તે ફાઇનલમાં પહોંચી ચૂકી છે. ઘણા લાંબા સમય બાદ હાર્દિક પંડ્યાએ પણ બોલિંગ અને બેટિંગમાં સારું પ્રદર્શન કરીને જબરદસ્ત વાપસી કરી છે.

સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે આયર્લેન્ડ પ્રવાસ પર રોહિત અને રાહુલ ન હોવાના કારણે હાર્દિક પંડ્યાને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. હાર્દિક પંડ્યા મુશ્કેલ સમયમાં ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધારવામાં સફળ રહ્યો છે. આ ઉપરાંત ટીમનું કોમ્બિનેશન પણ જબરદસ્ત રીતે કરે છે. જેના કારણે મેચમાં કોઇપણ મુશ્કેલી આવતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *