રોહિત કે રાહુલ નહીં પરંતુ આ ઘાતક ખેલાડી બન્યો ICC ટી-20 ક્રિકેટર ઓફ ધ યર 2021…

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા દર વર્ષે સારુ પ્રદર્શન કરતા ખેલાડીઓને એવોર્ડ આપવામાં આવે છે. થોડા સમય પહેલાં જ ICC દ્વારા વર્લ્ડ બેસ્ટ ટી-20 પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્લેઇંગ ઇલેવનમાં વર્ષ દરમિયાન સારા પ્રદર્શન કરનારા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ડોમેસ્ટિક ટુર્નામેન્ટ અને ઘરેલું ક્રિકેટમાંથી યુવા ખેલાડીઓ સારું પ્રદર્શન કરીને પોતાની દેશની ટીમમાં પ્રવેશતા હોય છે. આ ઉપરાંત વિશ્વમાં દર વર્ષે ઘણા બેટ્સમેનો પોતાના અનોખા રેકોર્ડ સાથે ઉભરી આવે છે. આઇસીસી દ્વારા તાજેતરમાં ટી-20 ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આ ઘાતક ખેલાડી કોણ છે.

પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને વર્ષ 2021ની ભવ્ય સફળતા બાદ આઇસીસી દ્વારા ટી ટ્વેન્ટી પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. રિઝવાને 2021માં સમગ્ર વિશ્વમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. તેણે 29 મેચોમાં 1326 રન બનાવ્યા હતા. બેટિંગ ઉપરાંત વિકેટકીપિંગમાં પણ પોતાની માસ્ટરી દેખાડતો હતો.

મોહમ્મદ રિઝવાને વર્ષની શરૂઆતમાં સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચમાં સદી ફટકારી હતી અને વેસ્ટ ઇન્ડીઝ સામે 87 રનની શાનદાર ઇનિંગ સાથે તેણે પોતાનું ફોર્મ ચાલુ રાખ્યું હતું. આવતા વર્ષે પણ આવા જ ઘાતક ફોર્મ સાથે મેદાને ઉતરશે તેવી ચાહકોને આશા છે. ભારત સામે વર્લ્ડકપમાં તેણે 55 બોલમાં 79 રન બનાવ્યા હતા. જેનાથી પાકિસ્તાન ભારત સામે પ્રથમ વાર વર્લ્ડ કપમાં જીત્યું હતું.

મોહમ્મદ રિઝવાન તેની આક્રમક બેટિંગ માટે સમગ્ર દુનિયામાં જાણીતો છે. તેણે ભારત સામેની ટી-20 મેચમાં 79 રન બનાવીને આક્રમક બેટિંગ બતાવી હતી. આ ઉપરાંત પાકિસ્તાન માટે તેણે ઘણી મેચ વિનિંગ ઇનિંગ રમી છે. પાકિસ્તાનનો આ વિકેટકીપર બેટ્સમેન હાલમાં ટુંકા ફોર્મેટમાં ધૂમ મચાવી રહ્યો છે.

ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને કેએલ રાહુલની વાત કરીએ તો આ બંને ખેલાડીઓ આ વર્ષ દરમિયાન રન બનાવવામાં નિષ્ફળ સાબિત થયા છે. અન્ય ખેલાડીઓની સરખામણીએ તેઓના ક્રમ ઘણા નીચે રહ્યા છે. આવી સ્થિતિમાં પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ રિઝવાનને આઇસીસી દ્વારા ટી-20 ક્રિકેટર ઓફ ધ યર 2021 જાહેર કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *