રોહિત કે રાહુલ નહીં પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં આ ઘાતક ખેલાડી કરશે ઓપનિંગ…
ટી 20 વર્લ્ડ કપ 2021 માં ભારતનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. ભારતની આ દર્દનાક કહાની હવે પૂરી થઇ ગઇ છે. ટી 20 વર્લ્ડ કપ 2021 માં ખુબ જ નિરાશાજનક પરફોર્મન્સ બાદ હવે ભારત 17 નવેમ્બર થી ન્યૂઝીલેન્ડ સામે ત્રણ ટી 20 અને બે ટેસ્ટ મેચ રમશે.
વર્લ્ડ કપની સાથે વિરાટ કોહલીની કેપ્ટનશિપનો પણ અંત આવી ગયો છે તેણે પહેલેથી જ જાહેરાત કરી હતી કે તે ટી 20 વર્લ્ડ કપ 2021 બાદ ભારતીય ટીમની ટી 20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડી દેશે. વિરાટ કોહલી બાદ રોહિત શર્માને ટી 20નો નવો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
તમને જણાવી દઇએ કે, ટી 20 વર્લ્ડકપ બાદ તરત જ 17 નવેમ્બરથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી 20 સિરીઝ રમવાની છે. ટી 20 સિરીઝ 17 નવેમ્બરથી શરૂ થશે અને 21 નવેમ્બર સુધી ચાલશે. ન્યુઝીલેન્ડ એ જ ટીમ છે, જેણે ટી 20 વર્લ્ડ કપ 2021માં અફઘાનિસ્તાનને હરાવીને ટૂર્નામેન્ટમાંથી ભારતને બહાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
હવે ભારત પાસે ન્યુઝીલેન્ડ સામે બદલો લેવાની તક રહેશે. ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડને ટી 20 સિરીઝમાં 3-0થી હરાવીને ટી 20 વર્લ્ડ કપની હારના દર્દને અમુક હદ સુધી ઘટાડવાનો પ્રયાસ કરશે. ટી 20 વર્લ્ડ કપમાં ભારતના અમુક ખેલાડીઓનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. તેના અન્ય ખેલાડીઓને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
ન્યૂઝીલેન્ડ સામેની 3 મેચની ટી 20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થોડા દિવસોમાં થઇ શકે છે. ન્યુઝીલેન્ડ સામેની 3 મેચની ટી 20 સિરીઝમાં ટીમ ઇન્ડિયાના ઘાતક ઓપનરને તક મળી શકે છે. આ ઘાતક ઓપનર બીજું કોઇ નહીં પણ યુવા સ્ટાર ખેલાડી પૃથ્વી શો છે.
પૃથ્વી શોમાં મેચને પોતાના દમ પર જીતવાની ક્ષમતા છે અને આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી 20 વર્લ્ડ કપ 2022 પહેલા ટીમ ઇન્ડિયા માટે આ સારા સમાચાર છે. તમને જણાવી દઇએ કે ભારતના કોચ રવિ શાસ્ત્રીએ પણ કહ્યું હતું કે, પૃથ્વી શોમાં સેહવાગ, સચિન અને લારાની ઝલક છે.
22 વર્ષીય આ યુવા ઓપનર ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં ધૂમ મચાવી શકે છે. પૃથ્વી શો ને જો તકો આપવામાં આવે તો તે દુનિયાના કોઇપણ ખૂણે રન બનાવી શકે છે. આઇપીએલ 2021 તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેથી તેને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ માટે ટીમમાં સ્થાન મળી શકે છે.