રોહિત કે રાહુલ નહીં પરંતુ પાકિસ્તાન સામેની હારનું કારણ બન્યો આ ખેલાડી, હવે નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન…
આઇસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 માં ગઈકાલે એટલે કે રવિવારના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરદસ્ત મેચ રમાઇ હતી. જેમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવી ટી 20 વર્લ્ડ કપમાં પહેલી વખત ભારત સામે જીત મેળવી હતી.
વન-ડે અને ટી 20 વર્લ્ડ કપના 29 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ભારત પાકિસ્તાન સામે હાર્યું છે. આ મેચ દુબઇમાં રમાઇ હતી. ટોસ જીતીને પાકિસ્તાને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 151 રન બનાવ્યા હતા.
રનનો પીછો કરવા માટે ઉતરેલી પાકિસ્તાનની ટીમે ઝીરો વિકેટે આ મેચને આસાનીથી જીતી લીધી હતી. રિઝવાન અને બાબરની ઓપનિંગ જોડીએ જબરદસ્ત પ્રદર્શન કરી બતાવ્યું હતું. બાબરે 68 તો રિઝવાને 79 રનની તાબડતોડ ઇનિંગ રમી હતી.
ભારતીય ટીમની વાત કરીએ તો રોહિત શર્મા ખાતું ખોલ્યા વગર જ પહેલા બોલે આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ કેએલ રાહુલ ત્રીજી ઓવરના પહેલા બોલ પર માત્ર ત્રણ રનના સ્કોર પર પેવેલિયન ભેગો થઈ ગયો હતો. રાહુલના થયા બાદ બેટિંગ કરવા માટે સૂર્યકુમાર યાદવ નંબર 4 પર આવ્યો હતો, પરંતુ તે પણ લાંબો સમય ટકી શકયો નહીં. તે માત્ર 11 રનના સ્કોર પર આઉટ થઈ ગયો હતો.
સૂર્યકુમાર યાદવના આ ખરાબ પ્રદર્શનને જોતાં લાગી રહ્યું છે કે તેના સ્થાને ઇશાન કિશનને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. પાકિસ્તાન સામેની મેચમાં સૂર્યકુમાર યાદવે 8 બોલમાં 11 રન બનાવ્યા હતા. તે ટીમ ઇન્ડિયા માટે બોજારૂપ સાબિત થઈ રહ્યો છે. તે ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેના ખરાબ પ્રદર્શનના કારણે ભારતને પહેલી વાર ટી 20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો છે.
સૂર્યકુમાર યાદવને આ મેચમાં નંબર 4 જેવી મહત્વની બેટિંગ પોઝિશન પર તક આપવામાં આવી હતી, પરંતુ તેણે ટીમનો વિશ્વાસ તોડ્યો છે. તેને જોતાં લાગી રહ્યું છે કે હવે વિરાટ કોહલી સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તેને તક નહી આપે. તેના સ્થાને ઇશાન કિશને ટીમમાં સામેલ કરવામાં આવી છે.
ઇશાન કિશને ઇંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં જબરદસ્ત પ્રદર્શન કરી બતાવ્યું હતું. તેણે ઇંગ્લેન્ડના દરેક બોલરો સામે રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમ પાસે તેનો કોઈ જવાબ નહોતો. ઇશાને આ મેચમાં 46 બોલમાં 70 રન બનાવ્યા હતા, જેમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા.