રોહિત કે રાહુલ નહીં પરંતુ ICC આ ચાર ખેલાડીઓને માને છે T20ના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ…

ટી 20 એ ક્રિકેટની ટૂંકા ફોર્મની રમત ગણાય છે. આ રમતની શરૂઆત ઇંગ્લેન્ડ દ્વારા 2003માં કરવામાં આવી હતી. ક્રિકેટમાં ચાહકોનો ઉત્સાહ જોઈને ટી 20 મેચની શરૂઆત થઇ હતી. ત્યારબાદ ખેલાડીઓના સારા પ્રદર્શનના કારણે આ ટૂંકા ફોર્મેટ વિશ્વભરમાં પ્રખ્યાત થયું હતું. ત્યારપછી ભારતમાં 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત કરવામાં આવી હતી.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા દર વર્ષે ‘ટી 20 પ્લેયર ઓફ ધ યર’ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ માટે સૌપ્રથમ ખેલાડીઓને નોમિનેટ કરવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી કોઈ એક ખેલાડીને એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે આઈસીસી દ્વારા ચાર ખેલાડીઓને નોમિનેટ કરવામાં આવ્યા છે.

આશ્ચર્યની વાત તો એ છે કે ભારતીય ખેલાડીઓ ટી 20માં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમ છતાં એક પણ ભારતીય ખેલાડીને આઈસીસી દ્વારા નોમિનેટ કરવામાં આવ્યા નથી. આઈપીએલમાં પણ ભારતીય ખેલાડીઓ ધૂમ મચાવતા હોય છે. તેમ છતાં આખા વર્ષ દરમિયાન આઇસીસી દ્વારા આપવામાં આવતા એવોર્ડમાં એક પણ ભારતીય ખેલાડી નોમિનેટ થયા નથી.

આઈસીસી દ્વારા આ ચાર ખેલાડીઓને એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન, ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જોસ બટલર, ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર મિશેલ માર્શ અને શ્રીલંકાના સ્પિનર વાનીન્દુ હસરાંગાને આઈસીસી દ્વારા બુધવારે નોમિનેટ જાહેર કર્યા છે.

પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને આ વર્ષે 29 મેચોમાં 1326 રન બનાવ્યા છે. આ ઉપરાંત ટી 20 વર્લ્ડકપ દરમિયાન પાકિસ્તાનને સેમિફાઇનલ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા રહી હતી. ઇંગ્લેન્ડના સ્ટાર વિકેટકિપર બેટ્સમેને 14 મેચમાં 589 રન બનાવ્યા છે. તેમજ તે હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયા માટે ટી 20 વર્લ્ડકપના હીરો રહેલા મિશેલ માર્શે 27 મેચમાં 64 રન બનાવ્યા બાદ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે. તેણે આ સિવાય આઠ વિકેટ પણ લીધી હતી. આ ઉપરાંત શ્રીલંકાના વાનીન્દુ હસરાંગા માટે આ વર્ષે સફળ રહ્યું હતું. તેણે 20 મેચમાં 36 વિકેટ લીધી હતી. આ ચાર ખેલાડીઓમાંથી કોઈ એક ખેલાડીને ટી 20 પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *