રોહિત કે રાહુલ નહીં પરંતુ ગાવસ્કરના મતે આ ઘાતક ખેલાડી બનશે ટેસ્ટ ટીમનો કેપ્ટન…

ભારતીય ટીમના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ 15 જાન્યુઆરીના રોજ ટેસ્ટ ફોર્મેટની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી હતી. જે બાદ સોશિયલ મીડિયા પર સતત એ સવાલ ઉઠી રહ્યો છે કે કોહલી બાદ કોણ ટેસ્ટ ટીમનો કેપ્ટન બનશે. આ પહેલા વિરાટ કોહલીએ ટી-20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી હતી. જે બાદ બીસીસીઆઇ દ્વારા તેની પાસેથી વન-ડે ફોર્મેટની કેપ્ટનશિપ પણ છીનવી લેવામાં આવી હતી.

વિરાટ કોહલી બાદ વન-ડે અને ટી-20 ફોર્મેટમાં રોહિત શર્મા કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે વિરાટ કોહલી બાદ ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ કોને આપવામાં આવશે. આવી સ્થિતિમાં દરેક લોકોએ જાણવા માંગે છે કે વિરાટ બાદ કોણ સુકાની પદ સંભાળશે.

આ બધાની વચ્ચે ભારતીય પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે એક નિવેદન સામે આવ્યું છે. તેમના મતે રોહિત કે રાહુલ નહીં પરંતુ તેણે એક દમદાર બેટ્સમેનનું નામ આપ્યું છે. જે પોતાના દમ પર મેચો ફેરવવા માટે જાણીતો છે. ગાવસ્કરના મતે આ ઘાતક ખેલાડી ભારતીય ટેસ્ટ ટીમનો સુકાની બનવો જોઇએ.

સુનિલ ગાવસ્કરના મતે નવા કેપ્ટન તરીકે રિષભ પંતને નિયુક્ત કરવામાં આવે. ગાવસ્કરે કહ્યું કે પંત માત્ર 24 વર્ષનો છે અને ખૂબ જ પ્રતિભાશાળી છે. તેણે વધુમાં કહ્યું કે જો નાની ઉંમરમાં તેને કેપ્ટનશિપ સોંપવામાં આવે તો તે જવાબદારીનો અહેસાસ કરશે અને તેની બેટિંગમાં પણ સુધારો જોવા મળશે.

સુનિલ ગાવસ્કરે વધુમાં કહ્યું કે રિકી પોન્ટિંગે જ્યારે આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સની કેપ્ટનશિપ છોડી ત્યારે રોહિત શર્મા કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને તેની બેટિંગમાં જબરદસ્ત ફેરફાર જોવા મળ્યો હતો. તેથી જો કોહલી બાદ પંતને કેપ્ટન બનાવવામાં આવે તો તેને જવાબદારીનો અહેસાસ થશે.

સુનિલ ગાવસ્કર નું કહેવું છે કે રિષભ પંત છેલ્લા ઘણા સમયથી મેચવિનર તરીકે ઉભરી આવ્યો છે. તેને દુનિયાના દરેક ખૂણે રન બનાવ્યા છે. ગાબા ખાતે 89 રનની ઇનિંગ હોય કે કેપટાઉનમાં સદી તેણે અનેક સારી ઇનિંગ્સ રમી છે. તે ખુબ જ આક્રમક ખેલાડી છે. હાલમાં તે ટીમ ઇન્ડિયાનો નંબર વન વિકેટકીપર છે. તેથી કોહલી બાદ કેપ્ટન બનાવવાનો સૌથી મોટો દાવેદાર દેખાઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *