રોહિત કે કોહલીને નહીં પરંતુ આ એકમાત્ર ભારતીય ખેલાડીને મળ્યું વર્ષની શ્રેષ્ઠ ટી-20 ટીમમાં સ્થાન…

તાજેતરમાં જ ટી 20 વર્લ્ડ કપ રમાયો હતો પરંતુ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન નિરાશાજનક રહ્યુ હતું. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં વિજય મેળવ્યો હતો. હાલમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચ રમવા માટે પહોંચી ગઇ છે. સાઉથ આફ્રિકા સામેના પ્રવાસમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.

વિશ્વભરમાં ટી 20 મેચની શરૂઆત 2005માં કરવામાં આવી હતી. ક્રિકેટ જગતમાં ઉત્સાહ લાવવા માટે આ ફોર્મેટની રચના કરવામાં આવી હતી. ટી 20 ફોર્મેટ સમગ્ર વિશ્વભરમાં લોકપ્રિય બન્યું છે. ટી 20 મેચોમાં ઘણા ખેલાડીઓ સારું પ્રદર્શન કરતા હોય છે. આજે આપણી વાત કરીશું કે આ વર્ષની શ્રેષ્ઠ ટી 20 પ્લેઇંગ ઇલેવનમાં કયા ખેલાડીને સૌથી વધારે દાવેદાર માનવામાં આવે છે.

ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો વિરાટ કોહલીએ 10 ટી 20 મેચોમાં 299 રન બનાવ્યા છે જ્યારે રોહિત શર્માએ 11 મેચોમાં 424 રન બનાવ્યા છે. આ બંને ખેલાડીઓ કરતા પણ અન્ય દેશના ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું હોવાથી વિશ્વની શ્રેષ્ઠ ટી 20 ટીમમાં સ્થાન મળ્યું નથી. તો ચાલો વિગતવાર જાણીએ કે કયા ખેલાડીને સ્થાન મળ્યું છે.

પાકિસ્તાનના બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને આ વર્ષે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી બતાવ્યું છે. રિઝવાન માટે આ વર્ષ સોનેરી વર્ષ કહેવાય છે. રિઝવાને 29 મેચોમાં 1326 રન બનાવ્યા છે જ્યારે બાબરે 29 મેચોમાં 939 રન બનાવ્યા છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાનો મિશેલ માર્શ ત્રીજા નંબરે આવે છે. માર્શે 2021માં 21 મેચમાં 627 રન બનાવ્યા છે. દક્ષિણ આફ્રિકાનો એડમ માર્કરામ ચોથા નંબરે આવે છે. માર્કરામે 18 મેચમાં 570 રન બનાવ્યા છે. વેસ્ટ ઇન્ડિઝનો નિકોલસ પૂરન પાંચમા નંબરે આવે છે. પૂરને આ વર્ષ 484 રન બનાવ્યા છે.

ત્યારબાદ આ ટીમમાં બાંગ્લાદેશના શાકિબ અલ હસન, ભારતના રવિન્દ્ર જાડેજા અને શ્રીલંકાના વાનિન્દુ હસરંગાની પસંદગી કરવામાં આવી છે. આ ત્રણેય ખેલાડીઓએ બોલિંગ અને બેટિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ વર્ષે ફાસ્ટ બોલિંગમાં ટિમ સાઉથી, મુસ્તાફિઝુર રહેમાન અને શાહીન શાહ આફ્રિદીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેથી તેની પસંદગી કરવામાં આવી છે. આ વર્ષે સાઉથીએ 24, મુસ્તફિઝુરે 28 અને આફ્રિદીએ 23 વિકેટ ઝડપી છે.

આ વર્ષે ભારતીય ટીમમાંથી વિરાટ કોહલી અને રોહિત શર્મા નહીં પરંતુ રવિન્દ્ર જાડેજાને વિશ્વભરની શ્રેષ્ઠ ટી 20 ટીમમાં સ્થાન મળ્યું છે. રવિન્દ્ર જાડેજાને વિશ્વનો સૌથી ખતરનાક ઓલરાઉન્ડ ગણવામાં આવે છે. તે બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ માહેર છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં થયેલી ઇજાને કારણે તે થોડા સમય માટે ભારતીય ટીમમાંથી બહાર થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *