રોહિત કે કોહલી નહીં પરંતુ આ ઘાતક ખેલાડી છે ટીમ ઇન્ડિયાનું સૌથી મોટું હથિયાર…

આજથી આઈસીસી ટી-20 વર્લ્ડકપ 2021 શરૂ થવા જઈ રહ્યો છે. એવામાં તમામ ટીમો પોતાની પ્લેઈંગ ઈલેવન પર ફોક્સ કરી રહી છે. ભારત પોતાની પહેલી મેચ 24 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. તેવામાં ઓસ્ટ્રેલિયાના સિનિયર ક્રિકેટર અને ફાસ્ટ બોલર બ્રેટ લીનું માનવું છે કે રોહિત કે કોહલી નહીં પરંતુ આ ખેલાડી ટીમ ઇન્ડિયાનું સૌથી મોટું હથિયાર છે.

BCCI એ ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પહેલેથી જાહેરાત કરી દીધી હતી. આ વર્ષે ભારતીય ટીમમાં યુવા ખેલાડીઓને વધારે સ્થાન આપવામાં આવ્યું છે. તેનું એક કારણ આઈપીએલ પણ હોઈ શકે છે કારણ કે યુએઈમાં ગયા વર્ષે યુવા ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું.

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી અને ફાસ્ટ બોલર બ્રેટ લીનું માનવું છે કે રોહિત કે કોહલી કરતા કે.એલ.રાહુલ વધારે ઉપયોગી સાબિત થઇ શકે છે કારણ કે તે હાલ ખૂબ જ ખતરનાક ફોર્મમાં ચાલી રહ્યો છે. આઈપીએલમાં તેણે દર્શાવ્યું છે કે તે ભારતીય ટીમ માટે ટી-20 વર્લ્ડકપમાં ઉત્તમ પ્રદર્શન કરી શકે છે. તેણે આઈપીએલ 2021માં 600 થી પણ વધુ રન બનાવ્યા છે.

બ્રેટ લીનું કહેવું છે કે, ભારતીય ટીમે પોતાના ઓપનિંગ બેટ્સમેન કે.એલ.રાહુલ પર ધ્યાન આપવું જોઈએ કારણકે તે હાલ ખૂબ જ ઘાતક લયમાં ચાલી રહ્યો છે, અને તે પોતાની લયમાં બેટિંગ કરી રહ્યો છે. એનું આવું જ પરફોર્મન્સ રહેશે તો વિરાટ અને રોહિત પરથી ભારણ ઓછું થઈ જશે.

પંજાબ કિંગ્સ તરફથી રમતા તેણે આઈપીએલ 2021 માં 626 રન ફટકાર્યા છે. ભારતીય ક્રિકેટ ટીમમાં બેટિંગ લાઈનમાં તે એક પિલ્લર સમાન છે. સમગ્ર ટીમ એની આસપાસ વ્યૂહરચના ગોઠવી શકે છે. આવું થવાથી કોહલી અને રોહિત પરથી બેટિંગનું ભારણ ઓછું થઈ જશે.

બ્રેટ લીએ કહ્યું કે રાહુલ જો પોતાની લયમાં બેટિંગ કરશે તો સમગ્ર ટીમ પરથી બેટિંગનું ભારણ ઓછું થઈ જશે. આ ઉપરાંત બ્રેટ લીએ ભારતીય ટીમની બેટિંગના વખાણ કર્યા હતા. આગામી ટી-20 વર્લ્ડકપમાં કે.એલ.રાહુલ આધારસ્તંભ બની શકે છે. જે રીતે તેણે પંજાબ કિંગ્સ માટે સારા રન બનાવ્યા હતા, તેવી જ રીતે ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ માટે પણ વધારે રન બનાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *