રોહિત કે કોહલી નહીં પરંતુ આ ઘાતક ખેલાડીથી થર થર કાપશે પાકિસ્તાન…
વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ બંને પ્રેક્ટિસ મેચમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. ભારતે પહેલી પ્રેક્ટિસ મેચમાં ન્યૂઝીલેન્ડને 7 વિકેટે અને બીજી પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવી જીત મેળવી હતી. હવે તમામ ક્રિકેટ ચાહકોની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ પર છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 24 ઓકટોબરના રોજ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મેચ રમાશે. પ્રેક્ટિસ મેચમાં ભારતના પ્રદર્શનને જોતાં ચાહકો અત્યાર થી જ માની રહ્યા છે કે આ મેચમાં ભારતની જીત થશે. પરંતુ પાકિસ્તાને ભારતના અમુક ખેલાડીઓથી સાવધાન રહેવાની જરૂર છે.
જેમાં સૌથી પહેલું નામ રોહિત શર્માનું આવે છે. પરંતુ ઘણા બધા ક્રિકેટ નિષ્ણાંતોનું માનવું છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા કરતા પણ વધારે કે.એલ.રાહુલ પાકિસ્તાન માટે ખતરનાક સાબિત થઇ શકે છે.
કે.એલ.રાહુલે પ્રેક્ટિસ મેચમાં ઘાતક બેટિંગ કરી હતી. તેને દરેક બોલરો સામે રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં તેણે 51 રનની તાબડતોડ ઇનિંગ રમી હતી, અને ઓસ્ટ્રેલિયા સામે તેણે 39 રન બનાવ્યા હતા. તેના ફોર્મને જોતાં એવું લાગી રહ્યું છે કે તે પાકિસ્તાન સામે પણ વિશાળ સ્કોર ઉભો કરી શકે છે.
કે.એલ.રાહુલ હાલ ઘાતક ફોર્મમાં ચાલી રહ્યો છે. તે દરેક મેચમાં રન બનાવી રહ્યો છે. તે પાકિસ્તાન સામેની મેચમાં રોહિત શર્માની સાથે ઓપનિંગ કરતો નજરે આવશે. જો પાકિસ્તાન સામેની મેચમાં કે.એલ.રાહુલ એક વખત પોતાની લયમાં આવી ગયો તો તે આ મેચને ભારત તરફ ઝુકાવી શકે છે.
આઇપીએલ 2021માં કે.એલ.રાહુલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 13 મેચમાં 626 રન બનાવ્યા હતા. સિઝનની છેલ્લી મેચમાં તેણે ચેન્નઇ સુપરકિંગ્સ સામે 98 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો. આ ઉપરાંત આઇપીએલ 2020માં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની એક મેચમાં 132 રન બનાવી ચુક્યો છે.