રોહિત કે બુમરાહ નહીં પરંતુ આ ઘાતક ખેલાડી બનશે ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન…
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું છે. આવી રીતે અચાનક રાજીનામું જાહેર કરતા સમગ્ર ક્રિકેટ જગત ચોંકી ઉઠયું હતું. બીસીસીઆઇ હાલ ભારતીય ટીમના નવા ટેસ્ટ કેપ્ટનની શોધમાં મનોમંથન કરી રહ્યું છે.
આ પહેલા પણ ટી-20 વર્લ્ડ કપ પૂર્ણ થયા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું અને બીસીસીઆઇ દ્વારા તેને વન-ડે ક્રિકેટના કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યો હતો. તાજેતરમાં ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપતા તેની પાસે હવે ત્રણેય ફોર્મેટમાંથી કેપ્ટન પદ છીનવાઇ ગઇ છે.
ભારતીય મેનેજમેન્ટ ટીમ હાલમાં નવા ટેસ્ટ કેપ્ટનની શોધ કરી રહી છે. ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ નવા ટેસ્ટ કેપ્ટન તરીકે પોતાના મંતવ્ય અનુસાર નામો આપ્યા છે. તાજેતરમાં એક અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે રોહિત કે બુમરાહ નહીં પરંતુ આ ઘાતક ખેલાડીને તક મળી શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
ભારતીય યુવા બેટ્સમેન કેએલ રાહુલ આ પદ માટે સૌથી વધારે દાવેદાર માનવામાં આવે છે. આ ખેલાડી તાજેતરમાં જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે અને આ ખેલાડી ભૂતકાળમાં કેપ્ટનશીપ પણ કરી ચુક્યો છે. આ ઉપરાંત તેને ભારતીય ટીમમાં વાઇસ કેપ્ટનની જવાબદારી પણ સોંપવામાં આવી છે. આ ખેલાડી કેપ્ટનશીપનો અનુભવ પણ ધરાવે છે.
રોહિત શર્મા અને બુમરાહની વાત કરીએ તો રોહિત શર્માની ઉંમર વધતાની સાથે તે લાંબા સમય સુધી ટેસ્ટ ટીમનો કેપ્ટન રહી શકે નહીં. આ ઉપરાંત જસપ્રીત બુમરાહને ફ્રેશ રાખવા માટે મેચ અને સિરીઝ વચ્ચે પૂરતો આરામ આપવો પણ જરૂરી છે. આવી સ્થિતિમાં હાલમાં આ બંને ખેલાડીમાંથી કોઇપણ કેપ્ટનશીપ સંભાળી શકે નહીં.
ભારતીય ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ બેટિંગની સાથે વિકેટકીપિંગ પણ કરી શકે છે. આ ઉપરાંત તે લાંબી ઇનિંગ્સ રમવા માટે ખૂબ જ જાણીતો છે. છેલ્લા ઘણા સમયથી તે ઘાતક બેટિંગ કરી રહ્યો છે. આ ઉપરાંત ભારતીય ટીમ માટે કેપ્ટનપશીપ કરીને ટીમને ઘણો ફાયદો અપાવી શકે છે.