ઋતુરાજ ગાયકવાડે નહીં પરંતુ આ વિસ્ફોટક ખેલાડીએ પ્રથમ વન-ડે મેચમાં કર્યું ડેબ્યુ…

સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ પૂર્ણ થયા બાદ ત્રણ મેચોની વનડે સિરીઝની શરૂઆત થઈ છે. પ્રથમ વનડે મેચ પાર્લના બોલેન્ડ પાર્કમાં રમાઇ રહી છે. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આફ્રિકા સામેની વનડે સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.

ભારતીય બેટ્સમેન રોહિત શર્માની ગેરહાજરીના કારણે કેએલ રાહુલને આ સિરિઝમાં કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રાહુલની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ પ્રથમ વનડે મેચ હાલમાં રમી રહી છે. ભારતીય ટીમ આ વનડે સિરીઝ જીતીને આફ્રિકા સામે બદલો લેવા ઇચ્છે છે.

એવી અટકળો લગાવવામાં આવતી હતી કે આફ્રિકા સામેની પ્રથમ વનડે મેચમાં ઋતુરાજ ગાયકવાડ ડેબ્યુ કરી શકે છે. પરંતુ મેચ શરૂ થાય તે પહેલાં જ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતના આ ઘાતક ખેલાડીએ પોતાની કારકિર્દીની સારી શરૂઆત કરીને આ મેચમાં ડેબ્યુ કર્યું છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર વેંકટેશ ઐયરે ભારત માટે ડેબ્યુ કર્યું છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં વેંકટેશ ઐયરે ટી-20માં ડેબ્યુ કર્યું હતું. પરંતુ હવે વન-ડેમાં પણ ડેબ્યુ કર્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પ્રભુત્વ ધરાવનાર આ ખેલાડીને ડેબ્યુ કરવાની તક આપવામાં આવી છે. આઇપીએલમાં રમ્યા બાદ આ ખેલાડી ખૂબ જ ઘાતક બની ગયો છે.

વેંકટેશ ઐયર છેલ્લા ઘણા સમયથી ખૂબ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. તે બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ માહેર છે. આ ખેલાડી આઇપીએલમાં ઓપનિંગ કરતો જોવા મળ્યો હતો. પરંતુ ભારતીય ટીમમાં તે મિડલ ઓર્ડરની ભૂમિકા નિભાવતો જોવા મળી શકે છે. આ ખેલાડી ભારતીય ટીમમાં પોતાનું કાયમી સ્થાન બનાવી શકે છે.

વેંકટેશ ઐયરે ઘર આંગણે ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 મેચમાં ડેબ્યુ કરીને મિડલ ઓર્ડર બેટિંગ સંભાળી હતી અને બોલિંગમાં પણ તેને હાથ અજમાવ્યો હતો. આ ખેલાડી ટૂંક સમયમાં ઘણો પ્રસિદ્ધ થયો છે. તેણે સારા પ્રદર્શનના કરીને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ ખેલાડી નાની ઉંમરે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે અને લાંબા સમય સુધી ભારતીય ટીમને લાભ મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *