ખરાબ શોર્ટ બાદ પણ ઋષભ પંત નહીં પરંતુ આ ઘાતક ખેલાડી બન્યો હારનું કારણ, હવે નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન…

ભારતીય ટીમ હાલ સાઉથ આફ્રિકા પ્રવાસ પર છે. જ્યાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. ભારત પ્રથમ ટેસ્ટ મેચમાં વિજય મેળવી એક ઝીરોની લીડ મેળવી હતી. પરંતુ સાઉથ આફ્રિકાએ બીજી ટેસ્ટ મેચમાં ભારત અને 7 વિકેટે માત આપીને સિરીઝની એક-એકથી બરાબર કરી દીધી છે.

બીજી ટેસ્ટ મેચ ની વાત કરવામાં આવે તો ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતના કેપ્ટન કેએલ રાહુલે 50 રનની જબરદસ્ત ઇનિંગ રમીને ટીમને મજબૂત શરૂઆત આપી હતી. પરંતુ ત્યારબાદ એક પણ બેટ્સમેન સારી ઇનિંગ રમી શકયો નહીં. અંતે રવિચંદ્રન અશ્વિને 46 રનની મહત્વપૂર્ણ અને ઇનિંગ રમીને ભારતીય ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.

પ્રથમ ઇનિંગમાં સાઉથ આફ્રિકાએ જબરદસ્ત બેટિંગ કરીને 27 રનની મહત્વપૂર્ણ લીડ મેળવી હતી. ભારતીય ટીમ બીજી ઇનિંગમાં સારી શરૂઆત કરી શકી ન હતી. કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ સસ્તામાં આઉટ થઇ ગયા હતા. ત્યારબાદ પુજારા અને રહાણેએ ઇનિંગને સંભાળી હતી. જેના દમ પર ભારતીય ટીમ સાઉથ આફ્રિકાને 240 રનનો ટાર્ગેટ આપવામાં સફળ રહી હતી.

રનનો પીછો કરવા માટે ઉતરેલી આફ્રિકન ટીમને જબરદસ્ત શરૂઆત કરી હતી. જેના દમ પર સાઉથ આફ્રિકાની ટીમ ભારતને 7 વિકેટે હરાવવામાં સફળ રહી હતી. ટીમના કેપ્ટન એલગરે 96 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી. જ્યારે ભારતીય ટીમની બોલિંગ અને બેટિંગ સાવ સાધારણ જોવા મળી હતી.

ભારતીય ટીમની બેટિંગ લાઇનઅપ ની વાત કરવામાં આવે તો ટીમના ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. જો ટીમની શરૂઆત સારી ન થાય તો ટીમ સારો સ્કોર બનાવી શકતી નથી. મયંક અગ્રવાલ પ્રથમ ઇનિંગમાં 26 અને બીજી ઇનિંગમાં 23 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. જેના કારણે ભારતીય ટીમની બેટિંગ લાઇનઅપ વેરવિખેર થઇ ગઇ હતી.

મયંક અગ્રવાલ આફ્રિકાના પ્રવાસે બે ટેસ્ટ મેચમાં માત્ર એક જ 50 નો સ્કોર બનાવી શક્યો છે. તે હાલ કંઇ ખાસ પ્રદર્શન કરી રહ્યો નથી. જેના કારણે તે ટીમમાંથી બહાર થઇ શકે છે. તેના સ્થાને પ્રિયાંક પાંચાલને ટીમમાં તક મળી શકે છે. મયંક અગ્રવાલની ખરાબ શરૂઆતને કારણે ભારતીય ટીમ મેચ હારી ગઇ હોઇ તેવું લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *