રિષભ પંત નહીં પરંતુ આ ખેલાડી બન્યો હારનું કારણ, હવે નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન…
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે હાલમાં ત્રણ મેચોની વનડે સિરીઝ રમાઇ રહી છે. સાઉથ આફ્રિકા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સાઉથ આફ્રિકા ટીમે પ્રથમ બેટિંગ કરીને 296 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 50 ઓવરમાં 265 રન જ કરી શકી હતી. ભારતીય ટીમને આફ્રિકા સામેની પ્રથમ વનડે મેચમાં હાર મળી છે.
આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને આફ્રિકા સામેની વનડે સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય બેટ્સમેન રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી.
ભારતીય ટીમને પ્રથમ વનડે મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઇન્ડિયાની હાર માટે એક ખેલાડી વિલન સાબિત થયો છે. આ ખેલાડીનું પ્રદર્શન એટલું ખરાબ રહ્યું છે કે ભારતીય ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ ખેલાડીને 21 જાન્યુઆરીએ રમાનારી બીજી વનડે મેચમાંથી બહાર રહેવું પડશે.
ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વરકુમાર પ્રથમ મેચની હારનું કારણ બન્યો છે. તેણે 10 ઓવરમાં 64 રન આપ્યા હતા. આ દરમિયાન તેણે એક પણ વિકેટ લીધી નહીં. તેના ખરાબ પ્રદર્શનને કારણે ભારતને હારની કિંમત ચૂકવવી પડી છે. ભુવનેશ્વરકુમારને બીજી વનડે મેચમાં સ્થાન મળશે નહીં. ખરાબ પ્રદર્શનના કારણે તે સૌથી મોટો વિલન બન્યો છે.
આફ્રિકા સામેની બીજી વનડે મેચ 21 જાન્યુઆરીના રોજ રમાશે. આ મેચમાં ભુવનેશ્વર કુમારના સ્થાને દિપક ચહર અથવા મોહમ્મદ સિરાજને સ્થાન આપવામાં આવી શકે છે. ભુવનેશ્વર કુમાર છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેની સ્પીડ પણ ઓછી થઇ ગઇ છે. પ્રથમ મેચમાં તેનો ઇકોનોમી રેટ પણ 6.40 હતો.
ભુવનેશ્વર કુમાર ભારતીય ટીમ માટે અગત્યનો ફાસ્ટ બોલર ગણાતો હતો. તેના બોલિંગથી વિરોધી બેટ્સમેનોમાં ડર પેદા થતો હતો. પરંતુ તાજેતરમાં તે લય પકડી શક્યો નથી. તેના ખરાબ પ્રદર્શનના કારણે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવાને લાયક પણ રહ્યો નથી. આવા કારણોસર આગામી વનડે મેચમાં તે બહાર રહી શકે છે. તેના સ્થાને યુવા ખેલાડીઓને તક આપવામાં આવશે.