રિષભ પંત નહીં પરંતુ આ ખેલાડી પર ચાહકો ભડક્યા, કહ્યું – ટીમમાંથી બહાર કાઢો…

હાલમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝમાં બંને ટીમો બરાબરીથી ચાલી રહી છે. બંને ટીમો એક-એક મેચ જીતી ચૂકી છે અને હવે ત્રીજી ટેસ્ટ મેચ જીતવા માટે પ્રયત્ન કરશે. હાલમાં ત્રીજી ટેસ્ટ મેચ કેપટાઉનમાં રમાઇ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી છે.

ત્રીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીની વાપસી થતાની સાથે જ હનુમા વિહારીને બહાર જવું પડ્યું હતું અને મોહમ્મદ સિરાજના સ્થાને ઉમેશ યાદવને તક આપવામાં આવી છે. આ બે મોટા ફેરફારો સાથે ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટ મેચમાં મેદાને ઉતરી છે. આ સિરીઝ જીતીને ભારતીય ટીમ ઇતિહાસ રચી શકે છે.

આફ્રિકા સામે કેપટાઉનમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયા માટે ફરી એકવાર આ સિનિયર ખેલાડી સૌથી મોટો વિલન સાબિત થયો છે. આ ખેલાડીના કારણે ફરી એકવાર ભારતનો મિડલ ઓર્ડર સંપૂર્ણપણે વેરવિખેર થઇ ગયો છે. આ વખતે આ ખેલાડીએ વિકેટની સાથે એક રીવ્યુ પણ ખરાબ કર્યું છે.

કેપટાઉનમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં વિલન સાબિત થયેલો ખેલાડી બીજું કોઇ નહીં પરંતુ અજિંક્ય રહાણે છે. ચેતેશ્વર પુજારા 43 રન બનાવીને આઉટ થયા બાદ ટીમ ઇન્ડિયાને અપેક્ષા હતી કે રહાણે કોહલીને ક્રિઝ પર સાથ આપશે. પરંતુ તે પણ નવ રનમાં આઉટ થઇ ગયો. રહાણેએ 12 બોલમાં 9 રન બનાવીને રબાડાનો શિકાર બન્યો હતો.

રહાણેએ વિકેટની સાથે ટીમ ઇન્ડિયાનું એક રીવ્યુ પણ ખરાબ કર્યું છે. વાસ્તવમાં રબાડાનો બોલ રહાણેના બેટની કિનારી સાથે અથડાયો અને વિકેટકીપરે આસાન કેચ કરી લીધો હતો. અમ્પાયરે કોઇ વિલંબ કર્યા વિના આઉટ આપ્યો હતો. પરંતુ રહાણેએ રિવ્યુ લેવાના ઇશારો કર્યો હતો. આ રીતે રહાણે વિકેટની સાથે ટીમનું એક રીવ્યુ પણ બગાડતો ગયો હતો.

સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા અજિંક્ય રહાણેને જોરદાર રીતે ટ્રોલ કરવામાં આવ્યો છે. આ પ્રવાસ બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટ રહાણેને તક આપશે કે નહિ તે જોવાનું રહેશે. કારણકે હનુમા વિહારી પણ જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે. હનુમા વિહારીને આફ્રિકા સિરીઝમાં તક મળતા જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *