રવિન્દ્ર જાડેજા નહીં પરંતુ આ દિગ્ગજ ખેલાડી બનશે CSKનો કેપ્ટન…

આઇપીએલ 2022નું આયોજન એપ્રિલ અને મે મહિનામાં થવાનું છે. આ ઉપરાંત 11, 12 અને 13 ફેબ્રુઆરીના રોજ બેંગલોર ખાતે ભવ્ય મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે અમદાવાદ અને લખનઉ બંને નવી ટીમો જોડાઇને ટોટલ 10 ટીમો આ સ્પર્ધામાં ધૂમ મચાવશે.

ચેન્નઇ સુપર કિંગ્સની વાત કરીએ તો આ ટીમે ટોટલ ચાર ખેલાડીઓને જાળવી રાખ્યા છે. ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા, મહેન્દ્રસિંહ ધોની, મોઇન અલી અને ઋતુરાજ ગાયકવાડને ચેન્નઇ સુપર કિંગ્સે જાળવી રાખ્યા છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં કરવામાં આવશે.

ચેન્નઇ સુપર કિંગ્સને આઇપીએલની એક સફળ ટીમ માનવામાં આવે છે. આ ટીમે ચાર વખત આઇપીએલ ટ્રોફી પર કબ્જો કર્યો છે. એવી અટકળો ચાલી રહી હતી કે આઇપીએલ 2022 માટે રવિન્દ્ર જાડેજાને ચેન્નઇ સુપર કિંગ્સનો કેપ્ટન બનાવવામાં આવશે, પરંતુ હાલમાં એક અહેવાલ અનુસાર જાડેજા નહીં પરંતુ આ દિગ્ગજ ખેલાડી ટીમની કમાન સંભાળશે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તાજેતરમાં ચેન્નઇ સુપરકિંગ્સ દ્વારા સ્પષ્ટ સંકેતો આપવામાં આવ્યા છે કે તેઓ મહેન્દ્રસિંહ ધોની પછી રવિન્દ્ર જાડેજાને બનાવી શકે છે. પરંતુ હાલમાં કેપ્ટનને લઇને સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. CSKના એક અધિકારીએ ઇનસાઇડ સ્પોર્ટ્સ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે અત્યારે ધોની અમારો કેપ્ટન છે. જો તે આ પદ છોડવાનો નિર્ણય કરશે ત્યારબાદ જ તેના પર વિચાર કરવામાં આવશે.

મહેન્દ્રસિંહ ધોનીની ગણતરી વિશ્વના મહાન કેપ્ટનોમાં કરવામાં આવે છે. ધોની એક ખતરનાક બેટ્સમેનની સાથે જબરદસ્ત વિકેટકીપર પણ છે. આ ઉપરાંત આ ખેલાડીએ આઇપીએલની 204 મેચોમાં 121 મેચ જીતી છે. જેમાં ચેન્નઇ સુપરકિંગ્સની કેપ્ટનશીપ કરતા આ ખેલાડીએ ચાર વખત આઇપીએલની ટ્રોફી પણ જીતી છે. આ ઉપરાંત તે ઘણી મેચોમાં મેચવિનર સાબિત થયો છે.

એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે મહેન્દ્રસિંહ ધોની આઇપીએલ 2022 પછી નિવૃત્તિ લઇ શકે છે. પરંતુ આઇપીએલ 2022માં ફરી એકવાર મહેન્દ્રસિંહ ધોની કેપ્ટનના રૂપમાં જોવા મળી શકે છે. ધોનીની નિવૃત્તિ પછી ચેન્નઇ સુપર કિંગ્સની કમાન રવિન્દ્ર જાડેજા સંભાળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *