રવિ શાસ્ત્રી કે રાહુલ દ્રવિડ નહીં પરંતુ 6 મેચ રમેલો આ ખેલાડી બનશે ટીમ ઇન્ડિયાનો કોચ…

ટીમ ઇન્ડિયાના આગામી કોચ કોણ બનશે તેને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે એક મોટો ઓપ્શન સામે આવ્યો છે. રવિ શાસ્ત્રીનો કાર્યકાળ આ વર્ષે રમાનારા ટી20 વર્લ્ડકપ બાદ ખતમ જવા થઇ રહ્યો છે. જોકે, બીજી તરફ પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડના કોચ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ હવે ટીમ માટે વિક્રમ રાઠૌર ઓપ્શનમાં છે.

એક રિપોર્ટ પ્રમાણે, ટીમ ઇન્ડિયાના કોચ બનવાની રેસમાં સૌથી આગળ પૂર્વ ક્રિકેટર અને હાલના બેટિંગ કોચ વિક્રમ રાઠૌર સૌથી આગળ છે. હાલ તેઓ ફ્રન્ટ રનર બનીને સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમમાં તે છેલ્લા ઘણા સમયથી બેટિંગ કોચ તરીકેની જવાબદારી નિભાવે છે.

ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ઓક્ટોબર-નવેમ્બરમાં રમનારા ટી20 વર્લ્ડકપ સુધીનો જ છે. રવિ શાસ્ત્રીએ સંકેત આપ્યા છે કે તે ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ નથી બનવા માંગતા. જેથી હવે નવા કોચની શોધ ભારતીય ટીમ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે, રાહુલ દ્રવિડને રવિ શાસ્ત્રીના આઇડિયલ રિપ્લેસમેન્ટ તરીકે જોવામાં આવતો હતો. પરંતુ હવે તેની સંભાવનાઓ ના બરાબર છે. કારણ કે, તે હાલ નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર છે. નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર તરીકે રાહુલ દ્રવિડનો પહેલો કાર્યકાળ જલ્દી ખતમ થવા જઇ રહ્યો છે. બીસીસીઆઇએ એટલા માટે ડાયેરક્ટરની એપ્લિકેશન ફોર્મ બહાર પાડી દીધુ. રાહુલ દ્રવિડે ફરીથી એનસીએના ડાયેરક્ટર બનવા માટે એપ્લાય કરી દીધુ છે. આ સાથે રાહુલ દ્રવિડ કોચ બનવાની રેસમાંથી બહાર થઇ ગયો છે.

વિક્રમ રાઠૌર હાલ ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ છે. અને કેપ્ટન વિરાટ કોહલી સાથે તેમના સંબંધ બહુ જ સારા છે. આથી રેસમાં ટૉપ પર છે. વિરાટ કોહલી સાથે તે હંમેશા ક્રિકેટ ફિલ્ડ પર વાતચીત કરતા રહે છે.

વિક્રમ રાઠૌરના ક્રિકેટ કેરિયરની વાત કરવામાં આવે તો તે ટીમ ઇન્ડિયામાં એક બેટ્સમેન તરીકે રમી ચૂક્યા છે. આ ભારતીય ક્રિકેટર 1969માં જલાંધરમાં જન્મ્યો હતો. તેણે અત્યાર સુધીમાં 6 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 13ની એવરેજથી 131 રન બનાવ્યા છે. આ ઉપરાંત 7 વનડેમાં 27ની એવરેજથી 193 રન બનાવી શક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *