રવિ બિશ્નોઇને નહીં પરંતુ રોહિત શર્માએ આ વિસ્ફોટક ખેલાડીને આપ્યો ટી-20 સિરીઝ જીતવાનો શ્રેય…

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ સામે ચાલી રહેલી ત્રણ મેચોની ટી-20 સિરીઝનો અંત આવ્યો છે. ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામેની છેલ્લી ટી-20 મેચમાં 17 રને વિજય મેળવ્યો છે. આ સાથે જ ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરિઝ 3-0થી પોતાના નામે કરી લીધી છે. ભારતીય ટીમે ફરી એકવાર વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરીને રેકોર્ડ નોંધાવ્યો છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની આ સિરીઝ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ 24 ફેબ્રુઆરીના રોજ શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝની શરૂઆત કરવા જઇ રહી છે. ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં આવ્યા બાદ ભારતીય ટીમ એક પણ મેચ હાર્યું નથી. રોહિત શર્માની કેપ્ટનશીપ કારકિર્દી ખૂબ જ સફળ રીતે ચાલી રહી છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સિરીઝમાં ભારતીય બેટ્સમેનો અને બોલરોએ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ યુવા ખેલાડી રવિ બિશ્નોઇને નહીં પરંતુ આ ખતરનાક ખેલાડીને ટી-20 સિરીઝ જીતવાનો શ્રેય આપ્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ જીતનો શ્રેય સૂર્યકુમાર યાદવને આપ્યો છે. તેણે સમગ્ર સિરીઝ દરમિયાન સારૂ પ્રદર્શન કર્યું હતું. પ્રથમ ટી-20 મેચમાં 18 બોલમાં 34 રન અને ત્રીજી ટી-20 મેચમાં 31 બોલમાં 65 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય ટીમની એક પછી એક વિકેટો પડી રહી હતી ત્યારે આ ખેલાડીએ અંડર પ્રેસર સારું પ્રદર્શન કરી બતાવ્યું હતું.

ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન મિડલ ઓર્ડરની નિષ્ફળતાનો સામનો કરી રહ્યું હતું. આવી સ્થિતિમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં સુર્યકુમાર યાદવે મિડલ ઓર્ડરની જવાબદારી સંભાળી જબરદસ્ત પ્રદર્શન કરી બતાવ્યું છે. તેના આ ખાસ પ્રદર્શનના આધારે તેને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. હવે લાગી રહ્યું છે કે સુર્યકુમાર યાદવ ટીમ ઇન્ડિયામાં કાયમી સ્થાન બનાવી ચુક્યો છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ત્રીજી ટી-20 મેચ પૂર્ણ થયા બાદ જણાવ્યું હતું કે તે આ પરિણામથી ખૂબ જ ખુશ છે. નવા ખેલાડીઓ ટીમને મુશ્કેલ સ્થિતિમાંથી બહાર કાઢી રહ્યા છે તે જોઇને સારું લાગી રહ્યું છે. અમે એક જૂથ તરીકે આગળ વધી રહ્યા છીએ અને તેનો અમને ગર્વ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *