રાહુલ, પંત કે કિશનને નહીં પરંતુ શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં આ વિકેટકીપર બેટ્સમેનને મળશે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન…
હાલમાં ચાલી રહેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ત્રણ મેચોની ટી-20 સિરીઝ પૂર્ણ થયા બાદ 24 ફેબ્રુઆરીના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની ટી-20 સિરીઝ શરૂ થવાની છે. આ ત્રણ મેચોની સિરીઝ 24, 26 અને 27 ફેબ્રુઆરીના રોજ રમવાની છે. બીસીસીઆઇ દ્વારા તાજેતરમાં આ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
શ્રીલંકા સામેની ટી-20 પહેલા ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ ઇજાગ્રસ્ત થયો હોવાને કારણે તે આ સિરીઝમાંથી બહાર થયો ગયો છે અને વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને આરામ આપવામાં આવ્યો છે. આ સિવાય વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તક આપવામાં આવી હતી પરંતુ તે સફળ સાબિત થઇ શક્યો નહીં.
ભારતીય ટીમના ત્રણ વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલ, રિષભ પંત અને ઇશાન કિશન ખરાબ ફોર્મ અથવા અન્ય કોઇ કારણોસર શ્રીલંકા સામેની સિરીઝમાં રમી શકે તેમ નથી. આવી સ્થિતિમાં આ ઘાતક ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે બેટિંગ ઉપરાંત વિકેટકીપિંગમાં પણ માહેર છે. છેલ્લા ઘણા સમયથી તે ભારતીય ટીમમાં આવવા માટે મહેનત કરી રહ્યો હતો. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે શ્રીલંકા સામેની ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં ભારતીય વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ખેલાડી મોટી ઇનિંગ રમવા માટે જાણીતો છે અને નંબર ચાર પર બેટિંગ કરી શકે છે. આ ખેલાડીને ભારતીય ટીમમાં ઘણી ઓછી તકો આપવામાં આવી છે. હાલમાં મળેલી તકનો લાભ ઉઠાવીને તે સારું પ્રદર્શન કરી શકે છે.
સંજુ સેમસને આઇપીએલમાં પણ ઘણું સારું પ્રદર્શન કર્યું છે. રાજસ્થાન રોયલ્સ તરફથી નંબર ત્રણ પર ઘણા વર્ષોથી તે બેટિંગ કરે છે. આ ઉપરાંત વિકેટકીપિંગમાં પણ ઘણી સારી કુશળતા ધરાવે છે. તેણે આઇપીએલની 121 મેચમાં 3068 રન બનાવ્યા છે, જેમાં બે તોફાની સદી પણ સામેલ છે. આ ખેલાડી પાસેથી ભારતીય કેપ્ટન રોહિત શર્માને મોટી ઇનિંગ રમવાની આશા છે.
સંજુ સેમસનને પસંદગીકારો દ્વારા એક કે બે મેચમાં અજમાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. જેના કારણે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનો વધુ અનુભવ ધરાવતો નથી. પરંતુ હવે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે સારું પ્રદર્શન કરીને ટીમમાં કાયમી જગ્યા પણ બનાવી શકે છે.