રાહુલ કે પંત નહીં પરંતુ આ દિગ્ગજ ખેલાડી બન્યો ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન…

ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમી રહી છે. જેમાં પ્રથમ બંને મેચમાં ભારતીય ટીમે વિજય મેળવીને સમગ્ર સિરીઝ પર કબજો કર્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની આ સિરીઝ પૂર્ણ થયા બાદ શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ અને બે મેચોની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. બીસીસીઆઇ દ્વારા તાજેતરમાં શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં કારમી હાર મળ્યા બાદ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ ભારતીય મેનેજમેન્ટ ટીમ નવા કેપ્ટનની શોધમાં મનોમંથન કરી રહી હતી. ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન બનવાની રેસમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓ દાવેદાર માનવામાં આવતા હતા. પરંતુ બીસીસીઆઇ દ્વારા આ દિગ્ગજ ખેલાડીઓને ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

તાજેતરમાં બીસીસીઆઇના અધ્યક્ષ ચેતન શર્મા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને હવે ભારતીય ટીમના નવા ટેસ્ટ કેપ્ટનની જાહેરાત કરવામાં આવી છે. આ ટેસ્ટ કેપ્ટનની રેસમાં કેએલ રાહુલ અને રિષભ પંત જેવા મોટા ખેલાડીઓ રેસમાં ચાલી રહ્યા હતા. પરંતુ આ ઘાતક ખેલાડીને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે ભારતીય ટીમના નવા ટેસ્ટ કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. રોહિત શર્મા તાજેતરમાં ભારતીય ટીમના ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બની ચુક્યો છે. આ ખેલાડી કેપ્ટનશીપનો ઉંડો અનુભવ ધરાવે છે. ટૂંકા ફોર્મેટમાં રોહિત શર્મા કાયમી કેપ્ટન બન્યા બાદ ભારતીય ટીમ એક પણ મેચ હારી નથી.

ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માની તાજેતરમાં ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત આ ખેલાડી ભારતીય ટીમ માટે ઘણી મેચોમાં મેચવિનર સાબિત થયો છે. રોહિત શર્માને હિટમેન તરીકે ઓળખવામાં આવે છે. તે પોતાના દમ પર મેચ જીતાડવાની ક્ષમતા ધરાવે છે. તેની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ સતત મેચો જીતી રહી છે.

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારા જેવા સિનિયર ખેલાડીઓને ટીમમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ ઉપરાંત કેએલ રાહુલ અને વોશિંગ્ટન સુંદર ઇજાગ્રસ્ત હોવાને કારણે ટીમમાંથી બહાર થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *