રાહુલ કે પંત નહીં પરંતુ આ ખેલાડી બનશે ટેસ્ટ ટીમનો કેપ્ટન, ગાંગુલીએ આપ્યા સંકેત…

સાઉથ આફ્રિકા સામેની કારમી હાર બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું છે. અચાનક રાજીનામું આપતા ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ભારતીય મેનેજમેન્ટ ટીમ પણ મુશ્કેલીમાં મુકાઇ છે. આવી સ્થિતિમાં બીસીસીઆઇ નવા ટેસ્ટ કેપ્ટનની શોધમાં મનોમંથન કરી રહી છે.

આ પહેલા પણ ટી-20 વર્લ્ડકપ પૂર્ણ થયા બાદ વિરાટ કોહલીએ ટી-20 ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ બીસીસીઆઇ દ્વારા વિરાટ કોહલીને વન-ડે ફોર્મેટના કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યો હતો. તાજેતરમાં કોહલીએ ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હોવાથી હવે તે ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન પદેથી હટયો છે.

છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી ચર્ચામાં આવ્યા છે. કેપ્ટનશીપ વિવાદને લઇને સૌરવ ગાંગુલીએ સંકેતો આપતા જણાવ્યું છે કે કેપ્ટનશીપ માટે અમુક માપદંડો છે અને તેમાં જે ફિટ થશે તે આગામી ભારતીય કેપ્ટન બનશે. હું માનું છું કે આ ખેલાડી આ માપદંડોમાંથી પસાર થઇને કેપ્ટન બનવા માટે લાયક છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

ભારતીય ટીમના ટેસ્ટ કેપ્ટન બનવાની રેસમાં કેએલ રાહુલ, રોહિત શર્મા, રવિચંદ્રન અશ્વિન, રિષભ પંત જેવા દિગ્ગજ ખેલાડીઓના નામ સામે આવ્યા છે. હાલમાં સૌથી મોટો દાવેદાર રોહિત શર્મા ગણાય છે. તાજેતરમાં તેને ટૂંકા ફોર્મેટનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે અને આ ખેલાડીને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

સૌરવ ગાંગુલીએ તાજેતરમાં જણાવ્યું છે કે ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા હોવો જોઇએ. આ ખેલાડી ભારતીય ટીમની કમાન સારી રીતે સંભાળી શકે છે અને કેપ્ટન પદનો પણ ખુબ જ વધારે અનુભવ ધરાવે છે. મુંબઇ ઇન્ડિયન્સની કેપ્ટનશીપ કરીને તેણે આઇપીએલના પાંચ ટાઇટલ પોતાની ટીમ માટે જીત્યા છે.

ભારતીય ક્રિકેટર રોહિત શર્મા છેલ્લા ઘણા સમયથી ઘાતક ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે પોતાના દમ પર ભારત માટે ઘણી મેચો જીતી છે. આ ખેલાડીએ ભારતીય ટીમ માટે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. કેએલ રાહુલ અને રિષભ પંત પણ આ રેસમાં છે પરંતુ આ બંને પાસે અનુભવ ન હોવાને કારણે રોહિત શર્મા ટેસ્ટ ટીમનો કેપ્ટન બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *