રાહુલ કે કિશન નહીં પરંતુ આ ઘાતક ખેલાડી પ્રથમ ટી-20માં કરશે રોહિત શર્માની સાથે ઓપનિંગ…

તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની વન-ડે સિરીઝ પૂર્ણ થઇ છે. ભારતીય ટીમે આ સિરીઝની ત્રણેય મેચો જીતી લીધી છે અને હવે 16 ફેબ્રુઆરીથી ત્રણ મેચોની ટી-20 સિરીઝ કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે શરૂ થવા જઇ રહી છે. બીસીસીઆઇ દ્વારા પહેલેથી જ આ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે.

સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો હોવાના કારણે બહાર રહ્યો હતો. પરંતુ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ફરી એકવાર તેની એન્ટ્રી થઇ છે. તેના આવતાની સાથે જ વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં ભારતીય ટીમને જીત મેળવી છે. રોહિત શર્માએ ભારતીય ટીમમાં પણ ઘણા ફેરફારો કર્યા છે.

તમને જણાવી દઇએ કેએલ રાહુલ બીજી વન-ડે મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે ડાબા હાથના ઉપરના ભાગમાં ખેંચાણ થવાને કારણે ઇજાગ્રસ્ત થયો છે. આવી સ્થિતિમાં તે ટી-20 સિરીઝ રમી શકશે નહીં. આ ઉપરાંત ઇશાન કિશનને વન-ડે સિરીઝમાં તક આપવામાં આવી હતી પરંતુ તે સફળ રહ્યો ન હતો. આવી સ્થિતિમાં આ બંનેના સ્થાને રોહિત શર્માની સાથે આ ઘાતક ખેલાડીને ઓપનિંગ કરવાની તક આપવામાં આવશે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

ભારતીય ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને રોહિત શર્માની સાથે ઓપનિંગ કરવાની તક મળી શકે છે. રાહુલની ગેરહાજરીમાં આ ખેલાડી પ્રથમ ટી-20 મેચમાં ઓપનિંગ કરતો જોવા મળશે. તે લાંબી ઇનિંગ્સ રમવા માટે જાણીતો છે. આ ઉપરાંત તાજેતરમાં તે ખૂબ જ ઘાતક ફોર્મમાં ચાલી રહ્યો છે. રોહિત શર્મા અને ઋતુરાજ ગાયકવાડની જોડી પણ હિટ સાબિત થઇ શકે છે.

ઋતુરાજ ગાયકવાડે આઇપીએલમાં પણ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી રમતા આ ખેલાડીએ ગત સિઝનમાં સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ પોતાને નામે કરી હતી. આ ઉપરાંત વિજય હજારે ટ્રોફીમાં ચાર સદી ફટકારીને અનોખા રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ ખેલાડી સારી ઇનિંગ્સ રમીને ભારતીય ટીમને જીત અપાવી શકે છે.

ઋતુરાજ ગાયકવાડને તક આપવામાં આવે તો તે ભારતીય ટીમમાં કાયમી સ્થાન બનાવી શકે છે. આ ઉપરાંત ભારતીય ટીમને પણ લાંબા સમય સુધી રમી શકે તેવો યુવા ઓપનિંગ બેટ્સમેન મળી શકે છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ 16 ફેબ્રુઆરીથી શરૂ થતી ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં જીત મેળવવા પ્રયત્ન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *