રાહુલ કે કિશન નહીં પરંતુ આ વિસ્ફોટક ખેલાડીને BCCI બનાવવા માંગે છે ભાવિ ઓપનર…

ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમી રહી છે. પ્રથમ વન-ડે મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામે 6 વિકેટે જીત મેળવી હતી. આફ્રિકા સામે મળેલી કારમી હાર બાદ ભારતીય ટીમ બીજી વન-ડે મેચ જીતીને સમગ્ર સિરીઝ પર કબજો મેળવવા પ્રયત્ન કરી રહી છે. ભારતીય ટીમ ત્રણ મેચોની વન-ડે સિરીઝ પૂર્ણ થયા બાદ ત્રણ મેચોની ટી-20 સિરીઝ પણ રમવાની છે.

2023 વન-ડે વર્લ્ડકપ હવે દૂર નથી. આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયાએ અત્યારથી જ તેની તૈયારી શરૂ કરી દીધી છે. ભારતીય ટીમમાં સ્પર્ધા સતત વધી રહી છે. જેના કારણે આગામી વર્ષોમાં ભારતીય મેનેજમેન્ટ ટીમ ખેલાડીના સિલેક્શન બાબતે મુશ્કેલી વધી શકે છે. છેલ્લા ઘણા સમયથી બીસીસીઆઇ ઓપનર ખેલાડી તરીકે ઘણા નામો પર ચર્ચા કરી રહી હતી.

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં ઇશાન કિશનને ઓપનર તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું પરંતુ તે આ તકનો લાભ ઉઠાવી શક્યો નહીં અને નિષ્ફળ સાબિત થયો હતો. આ ઉપરાંત લિમિટેડ ઓવર ક્રિકેટમાં કેએલ રાહુલને મિડલ ઓર્ડરમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ બંને ખેલાડીઓની ગેરહાજરીના કારણે આ ખેલાડીને બીસીસીઆઇ ઓપનર તરીકે જોવા ઇચ્છે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડે મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા દ્વારા ઓપનર ખેલાડી તરીકે રિષભ પંતને મેદાને ઉતારવામાં આવ્યો છે. બીસીસીઆઇ છેલ્લા ઘણા સમયથી આ ખેલાડીને ઓપનર તરીકે સ્થાન આપવા ઇચ્છતી હતી. આ ખેલાડી લાંબી ઇનિંગ્સ રમવા માટે ખૂબ જાણીતો છે અને તેના બેટથી ઘણા રન નીકળ્યા છે.

જે રીતે રોહિત શર્માને મિડલ ઓર્ડરમાંથી ઓપનર બનાવવામાં આવ્યો છે. તે જ રીતે રિષભ પંતને આ સ્થાન માટે તક આપવામાં આવી છે. આ ખેલાડી વિરોધી ટીમ માટે માથાનો દુખાવો સાબિત થઇ શકે છે અને લાંબા સમય સુધી મેદાન પર તોફાન મચાવી શકે છે. રિષભ પંત કેપ્ટનશીપમાં પણ માહેર છે. આગામી દિવસોમાં તે રોહિત શર્માને પણ ટક્કર આપી શકે છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડે મેચમાં આ ખેલાડી સફળ ઓપનિંગ સાબિત થશે તો આગામી સમયમાં રોહિત અને પંતની ઓપનિંગ જોડી કોઇ પણ વિરોધી ટીમને હરાવી શકે છે. આ બંને બેટ્સમેનો વિશ્વના ખતરનાક બેટ્સમેનોમાં ટોપ પર આવે છે. આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ટીમમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *