રાહુલ કે ગાયકવાડ નહીં પરંતુ આ ઘાતક ખેલાડી કાપશે શિખર ધવનનું પત્તું…
આફ્રિકા સામે કારમી હાર મેળવ્યા બાદ ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમી રહી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચ 6 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. જેમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝને 6 વિકેટે માત આપી ભવ્ય જીત મેળવી છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માની વાપસી સાથે જ ટીમમાં ઘણા ફેરફારો જોવા મળ્યા હતા. આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ઘણા યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આફ્રિકા સામે કારમી હાર મેળવયા બાદ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં કોઇપણ હાલતમાં જીત મેળવવા ઇચ્છે છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચ પહેલા ભારતીય ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ અને શિખર ધવન કોરોના પોઝિટિવ થયા હતા. આ ઉપરાંત કેએલ રાહુલ પણ પારિવારિક કારણોસર પ્રથમ વન-ડે મેચ રમી શક્યો ન હતો. આવી સ્થિતિમાં રોહિત શર્માએ તેના ઓપનિંગ જોડીદાર તરીકે ઇશાન કિશનની પસંદગી કરી હતી.
શિખર ધવનને લાંબા સમય પછી વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તક મળી હતી પરંતુ તે કોરોના સંક્રમિત થતા ટીમમાંથી બહાર થયો હતો. શિખર ધવનનું નસીબ પણ ઘણું ખરાબ રહ્યું છે. શિખર ધવન આ પહેલા વિજય હજારે ટ્રોફીમાં એક પણ મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. હવે ટીમમાં તેનું સ્થાન જોખમમાં મૂકાઇ ગયું છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ તેના ફેવરિટ ખેલાડી ઇશાન કિશનને વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં ઓપનિંગ કરવાની જવાબદારી સોંપી હતી. ઇશાન કિશન રોહિત શર્માનો ફેવરિટ ખેલાડી છે. આ ખેલાડીએ શિખર ધવનના સ્થાને જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. આ પરથી કહી શકાય કે ઇશાન કિશને શિખર ધવનનું પત્તું કાપ્યું છે.
ઇશાન કિશન છેલ્લા ઘણા સમયથી સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. આ ઉપરાંત નાની ઉંમરમાં આ ખેલાડી ભારતીય ટીમમાં સેટ થાય તો ભવિષ્યમાં ટીમને પણ ઘણો ફાયદો મળી શકે તેમ છે. ઇશાન કિશન ભારતીય ટીમમાં પોતાનું કાયમી સ્થાન બનાવી શકે છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડે મેચમાં કેએલ રાહુલ પણ હાજર રહેશે. આ મેચમાં ઇશાન કિશનને સ્થાન મળશે કે નહીં તે જોવાનું રહેશે.