રાહુલ કે ધવન નહીં પરંતુ વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં આ ઘાતક ખેલાડી કરશે રોહિત શર્માની સાથે ઓપનિંગ…
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 6 ફેબ્રુઆરીએ પ્રથમ વન-ડે મેચ રમાશે. તમને જણાવી દઇએ કે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે અને ત્રણ મેચોની ટી-20 સીરીઝ રમાવવાની છે. જેને લઇને બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. વનડે સિરીઝ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે અને ટી-20 સિરીઝ કોલકત્તાના ઇડન ગાર્ડન ખાતે રમાશે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે. આ સિવાય ટીમનો ઘાતક ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત હોવાને કારણે સમગ્ર સિરીઝમાંથી બહાર થઇ ગયો છે અને ઘણા લાંબા સમય બાદ કુલદીપ યાદવની ટીમ ઇન્ડિયામાં વાપસી થઇ છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માની વાપસી થઇ છે. પરંતુ પ્રથમ વન-ડેમાં ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ નહીં રમે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે રોહિત શર્માની સાથે કોણ ઓપનિંગ કરશે.
કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટ માટે સૌથી મોટો માથાનો દુખાવો એ છે કે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં રોહિતની સાથે કોણ ઓપનિંગ કરશે કારણ કે રાહુલ પ્રથમ મેચમાં નથી રમી રહ્યો અને શિખર ધવન દક્ષિણ આફ્રિકામાં ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો. તે ત્રણેય મેચમાં ટીમને શાનદાર શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો. આવી સ્થિતિમાં રોહિત શર્માની સાથે તે ઓપનિંગ નહીં કરી શકે.
ભારતીય ટીમ પાસે એક એવો ખેલાડી છે. જે રોહિત ની સાથે ઓપનિંગ કરી શકે છે. આ ખેલાડી બીજું કોઇ નહીં પરંતુ ઋતુરાજ ગાયકવાડ છે. જેણે ચેન્નઇ સુપરકિંગ્સને પોતાના દમ પર ફાઇનલમાં જીત અપાવી હતી. ઋતુરાજ ગાયકવાડ હાલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેથી આ ફોર્મનો લાભ ભારતીય ટીમ ઉઠાવી શકે છે.
ઋતુરાજ ગાયકવાડે આઇપીએલ 2021માં પોતાના પ્રદર્શનથી બધા લોકોના દિલ જીતી લીધા હતા. તેણે સીએસકે માટે આઇપીએલ 2021માં 16 મેચમાં 636 રન બનાવ્યા હતા. ગાયકવાડે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. સીએસકેને આઇપીએલ 2021ની ટ્રોફી અપાવવામાં ગાયકવાડનો મહત્વનો ફાળો હતો.