રાહુલ નહીં પરંતુ આ વિકેટકીપર બેટ્સમેન પર મેગા ઓક્શનમાં લાગશે સૌથી મોટી બોલી…
આઇપીએલ 2022 પહેલા મેગા ઓક્શન થશે. તે પહેલા દરેક ટીમો દ્વારા પોતાના રિટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે. ઘણી બધી ફ્રેન્ચાઇઝીઓ દ્વારા ઘણા બધા ચોંકાવનારા નિર્ણયો લેવામાં આવ્યા છે. મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઇઝીઓ દ્વારા ઘણા બધા દિગ્ગજ ખેલાડીઓને હરાજી પુલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
આઇપીએલમાં ઘણા બધા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી દેશ અને દુનિયામાં પોતાની છાપ છોડી છે. પરંતુ કોઇ પણ ટીમ માટે વિકેટકીપર એક મહત્વનો ખેલાડી હોય છે. વિકેટકીપરની નજર સમગ્ર મેદાન પર હોય છે. તેથી તેની ભૂમિકા મહત્ત્વની બની જાય છે. આ ઉપરાંત રિવ્યૂ લેવામાં પણ વિકેટ કીપર કેપ્ટનની સૌથી વધારે મદદ કરે છે. તેથી ટીમ પાસે એક સારો વિકેટકીપર હોવો ખુબ જ જરૂરી છે.
આવી સ્થિતિમાં મેગા ઓક્શનમાં વિકેટકીપર બેટ્સમેનને ખરીદવા માટે બધી ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે જંગ જામશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઇ સુપરકિંગ્સે ધોનીને 12 કરોડ રૂપિયામાં રિટેન કરી લીધો છે. કારણ કે તે વર્તમાન સમયમાં દુનિયાનો સૌથી શ્રેષ્ઠ વિકેટકીપર બેટ્સમેન છે. આપણે આજે આ લેખમાં જોઈશું કે કયા વિકેટકીપર બેટ્સમેન પર મેગા ઓપરેશનમાં સૌથી વધારે બોલી લાગશે.
તમને જણાવી દઇએ કે, પંજાબ કિંગ્સે કેએલ રાહુલને રિટેન કર્યો નથી. એનો મતલબ એ થયો રાહુલ મેગા ઓક્શનનો ભાગ બનશે. પરંતુ મેગા ઓક્શન પહેલા તે બે નવી ફ્રેન્ચાઇઝીઓ અમદાવાદ અને લખનઉની સાથે પણ જોડાઇ શકે છે. પરંતુ જો તે મેગા ઓક્શનમાં ઉતરશે તો દરેક ટીમો તેની પાછળ જશે. કારણ કે વર્તમાન સમયમાં ભારતીય ટીમમાં સૌથી શ્રેષ્ઠ વિકેટકીપર બેટ્સમેન જો કોઇ હોય તો તે કેએલ રાહુલ છે.
કેએલ રાહુલ બાદ ઇશાન કિશનનું નામ આવે છે. તમને જણાવી દઇએ કે મેગા ઓક્શન પહેલા રાહુલ બંને નવી ફ્રેન્ચાઇઝીઓ સાથે વાતચીત કરી રહ્યો છે. તેથી તે આ બંનેમાંથી કોઇ એક ફ્રેન્ચાઇઝી સાથે જોડાઇ શકે છે. જો આવું બનશે તો મેગા ઓક્શનમાં ઇશાન કિશન પર સૌથી વધારે બોલી લાગશે કારણ કે ઘણી બધી ફ્રેન્ચાઇઝીઓ તેને પોતાની ટીમમાં સામેલ કરવા માગશે. ઇશાન કિશન વિકેટકીપરની સાથે એક ઘાતક બેટ્સમેન પણ છે.
આ સિવાય કેએસ ભરત પર પણ મેગા ઓક્શનમાં રૂપિયાનો વરસાદ થઇ શકે છે. ભરતને આઇપીએલ 2021ની ખોજ માનવામાં આવે છે. આઇપીએલ 2021 માં તેણે 8 મેચોમાં 38 ની એવરેજથી 191 રન બનાવ્યા હતા. ભરત મેચને ધોનીની સ્ટાઇલમાં ફિનિશ કરે છે. તેણે દિલ્હી કેપિટલ્સની સામે 52 બોલમાં 78 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી. જેમાં તેણે 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તેણે આવેશ ખાનની 20મી ઓવરના છેલ્લા બોલ પર સિક્સર મારીને આરસીબીને મેચ જીતાડી હતી.