રાહુલ નહીં પરંતુ આ દિગ્ગજ ખેલાડી લેશે ઇશાન કિશનનું સ્થાન, રોહિતની સાથે કરશે ઓપનિંગ…

ભારતીય કેપ્ટન રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં 6 વિકેટે જબરદસ્ત વિજય મેળવ્યો હતો. ભારતીય ટીમે હાલમાં 1-0ની સરસાઈ મેળવી છે. ભારતીય ટીમ 9 ફેબ્રુઆરીના રોજ રમાનારી બીજી વન-ડે મેચમાં જીત મેળવીને સમગ્ર સિરીઝ પર કબજો મેળવવા ઈચ્છે છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ઘણા ભારતીય ખેલાડીઓ કોરોના સંક્રમિત થવાને કારણે પ્રથમ વન-ડે મેચમાંથી બહાર થઇ ગયા હતા. આ ઉપરાંત ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત હોવાને કારણે પહેલેથી જ બહાર છે. આવી સ્થિતિમાં ભારતીય મેનેજમેન્ટ ટીમ મુશ્કેલીમાં મુકાઇ છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડે મેચમાં કેએલ રાહુલની વાપસી થવાની છે. આ ઉપરાંત પ્રથમ વન-ડે મેચમાં ઓપનિંગ કરી રહેલા ઇશાન કિશન તેના પ્રદર્શનમાં નિષ્ફળ સાબિત થયો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માની સાથે ઓપનિંગ કરવા માટે કેએલ રાહુલ નહીં પરંતુ આ ઘાતક ખેલાડીને સ્થાન મળી શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડે મેચમાં ઈશાન કિશનના સ્થાને મયંક અગ્રવાલને તક મળી શકે છે. આ ખેલાડી છેલ્લા ઘણા સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આ ઉપરાંત લાંબી ઇનિંગ્સ રમવા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેણે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં તોફાની સદી ફટકારી હતી. આ ઉપરાંત રોહિત શર્માની ગેરહાજરીમાં સાઉથ આફ્રિકા પ્રવાસ પર શાનદાર બેટિંગનો નજારો રજૂ કર્યો હતો.

મયંક અગ્રવાલ ઓપનિંગનો ખૂબ જ વધારે અનુભવ ધરાવે છે. આ ઉપરાંત કેએલ રાહુલની વાત કરીએ તો આ ખેલાડી મિડલ ઓર્ડરમાં પણ જબરદસ્ત બેટિંગ કરી શકે છે. સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમને હાર મળવાનું મુખ્ય કારણ મિડલ ઓર્ડરની નિષ્ફળતા હતી. આ સમસ્યાનો અંત લાવવા માટે કેએલ રાહુલને મિડલ ઓર્ડરમાં સ્થાન આપવામાં આવશે.

ભારતીય બેટિંગ લાઇનની વાત કરીએ તો મયંક અગ્રવાલ અને રોહિત શર્મા ઓપનર તરીકે બીજી વન-ડે મેચમાં જોવા મળશે. આ ઉપરાંત કેએલ રાહુલ નંબર ચાર અથવા તો પાંચ પર ઉતરીને મિડલ ઓર્ડરની તમામ જવાબદારી સંભાળશે. આવી બેટિંગ લાઇન પકડીને ભારતીય ટીમ બીજી વન-ડે મેચમાં વિજય મેળવીને સમગ્ર સિરીઝ પર કબજો હાંસલ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *