રાહુલ નહીં પરંતુ આ ઘાતક ખેલાડી બન્યો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન…

ટી 20 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલી ભારતીય ટીમની ટી 20 ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દેશે. આ અંગેની જાહેરાત તેના વર્લ્ડકપ પહેલા જ કરી દીધી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર સતત એ સવાલ ઉઠી રહ્યો હતો કે ટીમ ઇન્ડિયાનો નવો કોણ બનશે?

ક્રિકેટ નિષ્ણાંતોનું એવું માનવું હતું કે હાલની પરિસ્થિતીને જોતા વિરાટ કોહલી બાદ રોહિત શર્મા ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનવો જોઇએ. પરંતુ છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચા ઉઠી હતી કે ટીમ ઇન્ડિયાની કમાન કોઇ યુવા ખેલાડીના હાથમાં સોંપવામાં આવી શકે છે. પરંતુ હવે બધી અટકળો પર BCCI એ પૂર્ણવિરામ મૂકી દીધું છે.

ટીમ ઇન્ડિયાના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. તેની સાથે BCCIએ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ ઇન્ડિયામાં ઘણા બધા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે વિરાટ કોહલી સહિત કેટલાક અનુભવી ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

ટી 20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના તમામ ખેલાડીઓનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. જેના કારણે ટીમમાં ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે. ટીમમાં યુવા ખેલાડીઓને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. રુતુરાજ ગાયકવાડ, વેંકટેશ ઐયર અને આવેશ ખાન જેવા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

તમને જણાવી દઇએ કે, વિરાટ કોહલીની ગેરહાજરીમાં ઘણી વખત રોહિત શર્મા ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરતો નજરે આવી ચૂક્યો છે. તેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ સારું પ્રદર્શન કરી ચૂકી છે. તેથી તેનો અનુભવ ટીમને કામ લાગી શકે છે. આ કારણે કોહલી બાદ રોહિતને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.

રોહિત શર્મા બતોર કેપ્ટન આઇપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સને પાંચ વખત ચેમ્પિયન બનાવી ચુક્યો છે. તે આઇપીએલનો સૌથી સફળ કેપ્ટન છે. તે પણ એક કારણ હોઇ શકે કે તેને ટીમ ઇન્ડિયાની કમાન સોંપવામાં આવી હોય. તો હવે જોવાનું એ રહે છે કે તે ભારતીય ટીમ માટે બતોર કેપ્ટન કેવું પ્રદર્શન કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *