રાહુલ નહીં પરંતુ આ ઘાતક ખેલાડી કાપશે શિખર ધવનનું પત્તું…

ટીમ ઇન્ડિયાનો વરિષ્ઠ ઓપનર શિખર ધવન છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. જેના કારણે તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળી રહ્યું નથી. તમને જણાવી દઇએ કે, હાલ ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા બધા યુવા ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે. જે સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં શિખર ધવનનું સ્થાન લઇ શકે છે.

આઇપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી ઘણા બધા યુવા ખેલાડીઓએ ટીમ ઇન્ડિયામાં પોતાનું સ્થાન કાયમ કર્યું છે. જેના કારણે ટીમના વરિષ્ઠ ઓપનર શિખર ધવનને ભારતીય ટીમમાં સ્થાન મળી રહ્યું નથી. આમ જોવા જઇએ તો શિખર ધવન પણ છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે.

તમને જણાવી દઇએ કે, હાલમાં જ ભારતીય યુવા ટીમ શ્રીલંકા પ્રવાસ પર ગઇ હતી. ત્યારે ટીમ ઇન્ડિયાના અનુભવી ખેલાડી શિખર ધવનને ભારતીય ટીમના કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ ભારતીય ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી નિભાવવામાં શિખર ધવન નિષ્ફળ રહ્યો હતો. વનડે સિરીઝ તો જેમતેમ કરીને જીતી લીધી પરંતુ ટી 20 સિરીઝ ભારતીય ટીમ જીતવામાં નિષ્ફળ રહી હતી.

શિખર ધવનના ખરાબ પ્રદર્શનના કારણે તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું નથી. હાલ ડોમેસ્ટિક ક્રિકેટમાં વેંકટેશ ઐયર અને રુતુરાજ ગાયકવાડ જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે. રુતુરાજ ગાયકવાડ ની વાત કરીએ તો તેણે સતત ત્રણ સદી ફટકારી ભારતીય ટીમના દરવાજે દસ્તક દીધી છે. સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે તેનું સ્થાન નક્કી માનવામાં આવી રહ્યું છે.

રુતુરાજ ગાયકવાડે આઇપીએલનું ફોર્મ વિજય હજારે ટ્રોફીમાં પણ જાળવી રાખ્યું છે. તેણે સતત ત્રણ મેચમાં ત્રણ સદી ફટકારી છે. જ્યારે બીજી તરફ શિખર ધવન ચાર મેચમાં માત્ર 44 રન બનાવી શક્યો છે. તેથી કહી શકાય કે શિખર ધવનનું આંતરરાષ્ટ્રીય કરિયર સમાપ્ત થવાના આરે છે. રુતુરાજ ગાયકવાડ શિખર ધવનનું પત્તું કાપીને ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી કરશે.

આ સિવાય વેંકટેશ ઐયરને પણ સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં સ્થાન મળી શકે છે. ઐયરને હાર્દિક પંડ્યાના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. વન-ડે સિરીઝ પહેલા સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સીરીઝ રમાશે. તેના માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટેસ્ટ સીરીઝ માટે પણ ભારતીય ટીમના યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *