રાહુલ નહીં પરંતુ આ ઘાતક ખેલાડી બનશે અમદાવાદની ટીમનો કેપ્ટન…

ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઇપીએલની 15મી સિઝન માટે ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં મેગા ઓક્શન યોજાવાનું છે. મેગા ઓક્શન પહેલા જૂની આઠ ટીમોએ તેમના રીટેન ખેલાડીઓના લીસ્ટ જાહેર કર્યા છે. જ્યારે બે નવી ટીમો અમદાવાદ અને લખનઉ તેમના ખેલાડીઓની જાહેર ટૂંક સમયમાં કરશે.

અમદાવાદની ટીમની માલિકીની કંપની સટ્ટાબાજ સાથે સંકળાયેલા હોવાનો આરોપ હતો પરંતુ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેને લીલી ઝંડી બતાવી દેવામાં આવી છે. અમદાવાદ અને લખનઉ બંને ટીમોને આઇપીએલના આયોજકો દ્વારા સંમતિ પત્રો આપવામાં આવ્યા છે. થોડા દિવસોમાં તેઓ તેમના ત્રણ ખેલાડીઓની યાદી બીસીસીઆઇને સોંપશે.

અમદાવાદ અને લખનઉ તેમના આ ત્રણ ખેલાડીઓની યાદીમાં મહત્તમ બે ભારતીય અને એક વિદેશી ખેલાડી સમાવી શકે છે. ઘણા સમયથી સમાચારોમાં કહેવામાં આવી રહ્યું હતું કેએલ રાહુલને અમદાવાદનો કેપ્ટન બનાવવામાં આવશે. પંજાબ કિંગ્સે તેને જાળવી રાખ્યો નથી. પરંતુ રિપોર્ટ અનુસાર અન્ય બે ખેલાડીઓ પણ મોટા દાવેદાર છે.

ઓસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ વોર્નર પણ અમદાવાદની ટીમનો કેપ્ટન બનાવવા માટે દાવેદાર માનવામાં આવે છે. વોર્નરે અત્યાર સુધીમાં આઇપીએલમાં 140ની સ્ટ્રાઇક રેટથી 5449 રન બનાવ્યા છે. જેમાં ચાર સદી અને પચાસ અડધી સદી ફટકારી છે. આઇપીએલ 2021માં હૈદરાબાદની ટીમનું પ્રદર્શન ખરાબ રહેવાના કારણે વોર્નરને નુકસાન સહન કરવું પડ્યું હતું અને કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં તે અમદાવાદનો કેપ્ટન બની શકે છે.

ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયર પણ અમદાવાદની ટીમનો કેપ્ટન બની શકે છે. શ્રેયસ ઐયર દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રહી ચૂક્યો છે. તે સંપૂર્ણપણે ટીમનું નેતૃત્વ કરી શકે છે. ઐયરે વર્ષ 2020માં પોતાની કેપ્ટનશીપમાં દિલ્હી કેપિટલ્સને ફાઇનલમાં પહોંચાડી હતી. આ ઉપરાંત આ ખેલાડી આઇપીએલમાં જબરદસ્ત પ્રદર્શન કરે છે. અમદાવાદની ટીમ આ ખેલાડીને ખરીદીને કેપ્ટન બનાવી શકે છે.

અમદાવાદની ટીમ પોતાના ત્રણ ખેલાડીઓની યાદી ટુંક સમયમાં બીસીસીઆઇને સોંપશે. તે પહેલા તમામ ખેલાડીઓ સાથે વાતચીત શરૂ કરી દીધી છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં થશે. આ વર્ષે મેગા ઓક્શન 11, 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાવાનું છે. દરેક ટીમમાંથી બહાર થયેલા ખેલાડીઓની હરાજી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *