રાહુલ નહીં પરંતુ આ ખેલાડીને બનાવો નવો ટેસ્ટ કેપ્ટન, શાસ્ત્રીએ આપ્યું ચોંકાવનારું નામ…

તાજેતરમાં જ ભારત અને આફ્રિકા સામેની ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ પૂર્ણ થઇ છે. ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું છે. આવી પરિસ્થિતિમાં સવાલ એ ઉભો થાય છે કે વિરાટ કોહલી પછી કયા ખેલાડીને ટેસ્ટ ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવશે. વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ એક પણ આઇસીસી ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી.

ટી-20 વર્લ્ડકપ પછી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટી-20 ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ બીસીસીઆઇ દ્વારા કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યો હતો. આ બંને ફોર્મેટના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. તાજેતરમાં જ તેણે ટેસ્ટ ફોર્મેટના કેપ્ટનપદેથી રાજીનામું આપ્યું હોવાથી તે હવે ત્રણેય ફોર્મેટના કેપ્ટન પદેથી હટી ગયો છે.

ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન બનવાની રેસમાં ઘણા ખેલાડીઓ દાવેદાર છે. ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા, કેએલ રાહુલ, રવિચંદ્રન અશ્વિન, રિષભ પંત આ દિગ્ગજ ખેલાડીઓ કેપ્ટન બનવાની રેસમાં આગળ છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું કે તેમના મતે ટીમ ઇન્ડીયાનો નવો ટેસ્ટ કેપ્ટન આ ખેલાડી બની શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ભારતીય ટેસ્ટ કેપ્ટન તરીકે સૌથી મોટો દાવેદાર રોહિત શર્મા છે. પરંતુ જો આ સિનિયર બેટ્સમેન તેની ફિટનેસ જાળવી રાખવામાં સક્ષમ રહેશે તો જ તેને કેપ્ટન બનાવવો જોઇએ. ડિસેમ્બરમાં રોહિત શર્માને ભારતનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો પરંતુ ઇજાગ્રસ્ત થવાના કારણે સાઉથ આફ્રિકા પ્રવાસ પર પણ જઇ શકયો નહોતો.

શાસ્ત્રીએ કહ્યું કે રોહિત ફીટ હોય તો તેને હાલમાં ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવો જોઇએ. સમગ્ર ફોર્મેટમાં ભારતનું નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવતો રોહિત શર્મા હાલ 34 વર્ષનો થયો છે અને ભારત ચોક્કસપણે ભવિષ્યમાં નેતૃત્વની ભૂમિકાઓ માટે એક યુવાનને તૈયાર કરવાનું વિચારી રહ્યું છે. આ માટે રવિ શાસ્ત્રીએ ભવિષ્યને ધ્યાનમાં લઇને અન્ય એક ખેલાડી પસંદ કર્યો છે કે જે આ પદ માટે મોટો દાવેદાર છે.

શાસ્ત્રીએ કહ્યું કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને 24 વર્ષીય રિષભ પંતને આ પદ માટે ઘ્યાનમાં રાખવો જોઇએ. શાસ્ત્રીએ કહ્યું કે રિષભ પંત જીત મેળવવા પ્રયત્ન કરે છે. તે સમગ્ર રમતનું મૂલ્યાંકન કરે છે અને પોતાની ટીમને હંમેશા આગળ લઇ જવાનો પ્રયાસ કરે છે. આ ખેલાડી ભવિષ્યમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરવામાં સફળ સાબિત થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *