રહાણે કે પુજારા નહીઁ પરંતુ આ ઘાતક ખેલાડી ત્રીજી ટેસ્ટમાંથી થશે બહાર…

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે ભવ્ય વિજય મેળવ્યો હતો. પરંતુ બીજી ટેસ્ટ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બે ટેસ્ટ મેચ બાદ સિરીઝ 1-1થી બરાબર છે. હવે બંને ટીમોની નજર ત્રીજી ટેસ્ટ મેચ જીતીને સિરીઝ જીતવા પર રહેશે.

બીજી ટેસ્ટ મેચ પહેલા વિરાટ કોહલી ફિટ ન હોવાને કારણે મેચમાંથી બહાર થયો હતો. તેના સ્થાને કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ ત્રીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી પરત ફરી શકે છે. વિરાટ કોહલીના આવતાની સાથે જ ત્રીજી ટેસ્ટ મેચની પ્લેઇંગ ઇલેવનમાં મોટા ફેરફારો થઇ શકે છે.

સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ મેચ ભારત માટે જીતવી ખૂબ જ જરૂરી છે. આ માટે અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા જેવા અનુભવી ખેલાડીઓને ટીમમાંથી બહાર કાઢી શકાય નહીં. તે બંનેએ ભારત માટે ઘણા રન બનાવ્યા છે અને અનુભવના કારણે ત્રીજી ટેસ્ટ મેચમાં તેનું સ્થાન નિશ્ચિત છે. વિરાટ કોહલી બહાર થતાં તેના સ્થાને હનુમાન વિહારીને તક આપવામાં આવી હતી. તેને સારું પ્રદર્શન કર્યું હોવાથી તે પણ બહાર થઇ શકે નહીં.

હાલમાં ભારતીય ટીમમાં એક એવો ખેલાડી છે કે જેની જગ્યા વિરાટના આગમન બાદ ખતરામાં મુકાઇ શકે છે. ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલનું ફોર્મ ટીમ ઇન્ડિયા માટે ચિંતાનો વિષય બન્યું છે. ઓપનર તરીકે મયંકનું પ્રદર્શન છેલ્લી મેચોમાં ખરાબ રહ્યું છે અને તેના વહેલા આઉટ થવાને કારણે બેટિંગ લાઇનઅપ દર વખતે દબાણમાં આવી જાય છે. મયંક અગ્રવાલ ખરાબ શોર્ટ રમીને આઉટ થઇ જાય છે.

ટીમ ઇન્ડિયાને મજબૂત શરૂઆત આપવા માટેની જવાબદારી મયંક પર હતી, પરંતુ તે ફ્લોપ સાબિત થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં તેના સ્થાને અન્ય કોઇ ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં પણ અગ્રવાલ નિષ્ફળ ગયો હતો. તેથી હવે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાંથી તેનું પત્તુ કપાઇ શકે છે.

આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ મેચની શરૂઆત 11 જાન્યુઆરીથી કેપટાઉનમાં થશે. હાલમાં બંને ટીમો 1-1 ની બરાબરીથી ચાલી રહી છે. ત્રીજી ટેસ્ટમાં બંને ટીમોની નજર જીત પર રહેશે કારણકે આ મેચ જીતીને બંને ટીમો સિરીઝ પોતાના નામે કરવા માગશે. ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી વનડે સિરીઝનો પ્રારંભ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *