રહાણે કે પુજારા નહીઁ પરંતુ ત્રીજી ટેસ્ટમાંથી આ ઘાતક ખેલાડી થશે બહાર…
ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે આફ્રિકા સામે જીત મેળવીને ઇતિહાસ રચ્યો હતો. આ ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમ હાલમાં 1-0 થી આગળ છે. હાલમાં સાઉથ આફ્રિકા સામે બીજી ટેસ્ટ મેચ જોહાનિસબર્ગ ખાતે રમાઇ રહી છે.
બીજી ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલાં જ વિરાટ કોહલી બહાર થતા કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટેસ્ટ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે અને ઘણા લાંબા સમયથી બહાર રહેલા ખેલાડીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે.
સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં અત્યાર સુધીમાં તમામ ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે. બીજી ટેસ્ટ મેચ પહેલા એવી વાત કરવામાં આવતી હતી કે ટીમ ઇન્ડિયાના અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા બહાર થશે. પરંતુ અનુભવના આધારે બંને ખેલાડીઓને બીજી ટેસ્ટ મેચમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સિવાય અન્ય એક ખેલાડી છે કે જે ત્રીજી ટેસ્ટ મેચ માટે બહાર થઇ શકે છે.
તમને જણાવી દઇએ કે ટીમ ઇન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલ સતત ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે. તે વહેલા આઉટ થઇ જતાં બેટિંગ લાઇનઅપ દર વખતે દબાણમાં આવી જાય છે. મયંક દરેક મેચમાં સારી શરૂઆત કરે છે પરંતુ ત્યારબાદ આઉટ થઇ જાય છે. બીજી ટેસ્ટ મેચના પ્રથમ દાવમાં માત્ર 26 રન બનાવનાર મયંક બીજી ઇનિંગ્સમાં 23 રન જ બનાવી શક્યો હતો.
ટીમ ઇન્ડિયાને મજબૂત શરૂઆત આપવાની જવાબદારી મયંક પર હતી. પરંતુ તે ફ્લોપ સાબિત થયો છે. બીજી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં મયંક અગ્રવાલ ફરી એકવાર નિષ્ફળ રહ્યો છે. આવા કારણોસર ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાંથી તે પોતાનું સ્થાન ગુમાવી શકે છે. ત્રીજી ટેસ્ટ મેચની શરૂઆત 11 જાન્યુઆરીથી થશે.
બીજા દિવસની રમત પૂરી થયા બાદ ભારતીય ટીમે પોતાના બંને ઓપનરોની વિકેટ ગુમાવીને 85 રન બનાવી લીધા છે. ભારત પાસે હાલમાં 58 રનની લીડ છે. ત્રીજી ટેસ્ટ મેચમાં મયંક અગ્રવાલના સ્થાને પ્રિયાંક પંચાલને તક આપવામાં આવી શકે છે. આ બેટ્સમેન આગામી ટેસ્ટ મેચમાં ઇન્ડિયા માટે ડેબ્યુ કરી શકે છે.