રહાણે કે અશ્વિન નહીં પરંતુ આ ઘાતક ખેલાડી બન્યો ભારતીય ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન…
ન્યૂઝીલેન્ડ સામેની ઘરેલું સિરીઝમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પર રમવા રવાના થઈ છે. 26 ડિસેમ્બરે શરૂ થનારી આ સિરીઝમાં ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચ રમાશે. બીસીસીઆઇ દ્વારા સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઘણા યુવા ખેલાડીઓને ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. રવિવારના રોજ ભારતીય ટીમ મુંબઇ કેમ્પ ખાતે પહોંચી હતી. ત્યારબાદ પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતના ઓપનર ખેલાડી રોહિત શર્માના હાથના ભાગે ઇજા થઇ હતી. ઇજા ગંભીર હોવાને કારણે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાંથી રોહિત શર્મા બહાર થયો હતો.
ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં વાઈસ કેપ્ટનની ભૂમિકા નિભાવવાનો હતો પરંતુ ઇજાને કારણે તે બહાર થયો છે. હવે જોવાનું એ રહેશે કે રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયા બાદ ટેસ્ટ સીરીઝમાં વાઈસ કેપ્ટનનું પદ કોણ સંભાળશે. ભારતીય ટીમમાં આ પદ સાંભળવા માટે ઘણા ખેલાડીઓ દાવેદાર છે.
હાલમાં જ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે રોહિત શર્માની ગેરહાજરીમાં નવા વાઇસ કેપ્ટનની જાહેરાત કરવામાં આવી છે. ન્યુઝ એજન્સી અનુસાર વાઇસ કેપ્ટનની જવાબદારી કેએલ રાહુલને સોંપવામાં આવી છે. સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટ મેચો માટે વાઇસ કેપ્ટનની જવાબદારી રાહુલ નિભાવશે. આ પદ માટે ઘણા ખેલાડીઓ દાવેદાર હતા પરંતુ પસંદગીકારોએ રાહુલ પર પર વિશ્વાસ મૂક્યો.
સાઉથ આફ્રિકા સામે રમાનારી ટેસ્ટ સીરીઝમાં વાઇસ કેપ્ટન બનવાની રેસમાં કેએલ રાહુલ ઉપરાંત રિષભ પંત અને અજિંક્ય રહાણેનું નામ પણ સામે આવ્યું હતું. પરંતુ વાઇસ કેપ્ટન બનવાની રેસમાં રાહુલનું નામ સૌથી આગળ હતું. રાહુલનું નામ પ્લેઇંગ ઇલેવનમાં નિશ્ચિત છે. જ્યારે રહાણેને ખરાબ પ્રદર્શનના કારણે ટીમની બહાર રાખી શકાય છે.
પ્રેક્ટિસ સેશન દરમિયાન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયા બાદ ઘણા સમયથી ભારતીય મેનેજમેન્ટ ટીમ વાઇસ કેપ્ટન તરીકે નવા ખેલાડીની શોધમાં હતી. અંતે વાઇસ કેપ્ટન તરીકે રોહિત શર્માના સ્થાને રાહુલની પસંદગી કરવામાં આવી છે. રાહુલ આઇપીએલમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન રહી ચૂક્યો છે. તેથી હાલમાં જ તેને વન-ડે અને ટી 20 ક્રિકેટમાં પણ વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.