રહાણે નહીં પરંતુ આ ઘાતક ખેલાડી થશે ત્રીજી ટેસ્ટ મેચમાંથી બહાર…
ભારત અને સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ મેચમાં વિજય મેળવ્યો હતો. પરંતુ બીજી ટેસ્ટ મેચમાં આફ્રિકન ખેલાડીઓએ ભારતીય ટીમને હરાવી હતી. 11 જાન્યુઆરીના રોજ કેપટાઉનમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. આ મેચ બંને ટીમો માટે નિર્ણાયક સાબિત થશે.
ભારતને બીજી ટેસ્ટ મેચમાં સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત અને સાઉથ આફ્રિકા હાલમાં 1-1થી બરાબર ચાલી રહી છે. બીજી ટેસ્ટ મેચ પહેલા વિરાટ કોહલી ફીટ ન હોવાને કારણે બહાર થયો હતો. તેના સ્થાને કેએલ રાહુલને કેપ્ટન અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
ત્રીજી ટેસ્ટ મેચમાં કોહલી ફરીથી મેદાન પર જોવા મળી શકે છે. રહાણે અને પુજારાની વાત કરીએ તો આ બંને ખેલાડીઓ ખૂબ જ અનુભવ ધરાવે છે અને તે બંનેએ ભારત માટે ઘણા રન બનાવ્યા છે. આ બંને ખેલાડીઓને થોડી તક મળવી જોઇએ. તેથી નવા ખેલાડીઓને પણ રાહ જોવી પડશે. કોહલીની વાપસી થતા આ ઘાતક ખેલાડી બહાર થઇ શકે છે.
ત્રીજી ટેસ્ટ મેચમાં કોહલીના સ્થાને આવેલો હનુમા વિહારી બહાર થઇ શકે છે. બીજી ટેસ્ટ મેચમાં આ ખેલાડીએ સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ કોહલીના આવવાથી વિહારીને બહાર થવું પડશે. રહાણે અને પુજારા બંને ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા હતા. પરંતુ તાજેતરમાં તે બંનેએ સારું પ્રદર્શન કર્યું હતું.
હનુમા વિહારીએ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં 13 ટેસ્ટ મેચમાં 684 રન બનાવ્યા છે. પરંતુ તે વધારે અનુભવ ધરાવતો નથી. આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ મેચ જીતવી ભારત માટે ખૂબ જરૂરી છે. આવી સ્થિતિમાં કોહલી આવતા જ હનુમા વિહારીને બહાર રાખવામાં આવશે.
ભારત અને આફ્રિકા અત્યારે 1-1 ની બરાબરીથી ચાલી રહી છે. આફ્રિકા સામેની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ કેપટાઉનમાં રમાશે. ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટ મેચ જીતીને સિરીઝ જીતવાના પ્રયત્ન કરશે. ભારતીય ટીમ આ સિરીઝ જીતીને ઇતિહાસ રચી શકે છે.