પુજારા કે રહાણે નહીં પરંતુ આફ્રિકા સામેની હારનું કારણ બન્યો આ ખેલાડી, હવે નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન…

ભારતીય ટીમ ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં સાઉથ આફ્રિકાનો સામનો કરી રહી છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે જબરદસ્ત વિજય મેળવ્યો હતો. ત્યાર બાદ ભારત અને આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ જ્હોનિસબર્ગમાં રમાઇ હતી. જેમાં આફ્રિકન ટીમે ભારતીય ટીમને સાત વિકેટે માત આપી સીરીઝને એક-એકથી બરાબર કરી લીધી છે.

તમને જણાવી દઇએ કે અત્યાર સુધીમાં ભારતીય ટીમ એક પણ ટેસ્ટ સીરીઝ આફ્રિકાની ધરતી પર જીતી નથી. તેથી ભારતીય ટીમ માટે આ સિરીઝ જીતવી ખૂબ જ જરૂરી છે. તમને એ પણ જણાવી દઇએ કે આ ટેસ્ટ સીરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો પણ ભાગ છે. તેથી દરેક ટેસ્ટ મેચ જીતવી જરૂરી છે.

બીજી ટેસ્ટ મેચ ની વાત કરવામાં આવે તો ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમના ઓપનર કે રાહુલે જબરદસ્ત 50 રનની ઇનિંગ રમી હતી. પરંતુ ત્યારબાદ ભારતીય ટીમનો એક પણ બેટ્સમેન રન બનાવી શક્યો ન હતા રવિચંદ્રન અશ્વિને 46 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમીને ભારતીય ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.

ત્યારબાદ સાઉથ આફ્રિકાની ટીમે પ્રથમ ઇનિંગમાં સારી બેટીંગ કરીને 27 રનની લીડ મેળવી લીધી હતી. બીજી ઇનિંગમાં ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી ઓપનર કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ સસ્તામાં આઉટ થઇ ગયા હતા. ત્યારબાદ ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેએ ઇનિંગને સંભાળી હતી. પરંતુ તે પણ કંઇ ખાસ કમાલ કરી શક્યા નહીં બંને 50 રન બનાવીને આઉટ થઇ ગયા હતા.

ભારતે જીત માટે સાઉથ આફ્રિકાને 240 નો ટાર્ગેટ આપ્યો હતો. જેને સાઉથ આફ્રિકા આસાનીથી પાર કરી મેચને 7 વિકેટે પોતાના નામે કરી લીધી હતી. પરંતુ આ મેચની બીજી ઇનિંગમાં ભારતીય ટીમ તરફથી રમવા ઉતરેલા રિષભ પંતે એક મોટી ભૂલ કરી હતી. જેના કારણે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હોય તેવું લાગી રહ્યું છે.

રિષભ પંત એક સારો બેટ્સમેન છે. તેમાં કોઇ શંકાને સ્થાન નથી. પરંતુ બીજી ઇનિંગમાં તે જે શોર્ટ રમીને આઉટ થયો તેના પર ક્રિકેટ જગતના અનેક દિગ્ગજોએ સવાલો ઉઠાવ્યા હતા. તેમજ રિષભ પંતના આ કારનામાંને કારણે જ ભારત હાર્યુ હોય એવું પણ કહ્યું હતું. તમને જણાવી દઇએ કે રિષભ પંત આફ્રિકાના પ્રવાસે કંઇ ખાસ કમાલ કરી બતાવ્યો નથી. તે સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 17 અને બીજી ઇનિંગમાં ઝીરો રનના સ્કોર પર આઉટ થઇ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *